જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં હાલ દરરોજ
અજમાની 2000 આસપાસ ગુણીની આવક થઈ રહી છે. આજે યાર્ડમાં અજમાનો હાઈએસ્ટ 7000 રૂપિયાનો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અજમાના ખરીદ વેચાણ માટે જામનગર માર્કેટીંગ યાર્ડને મહત્વનું પીઠું માનવામા આવે છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો ના નવા અજમા ની આવક થઇ હતી. જેમાં આજ કુલ 2000 ગુણી થી વધુ અજમો આવ્યો હતો અને તેના સોદા થયા હતા. જેમાં 20 કિલોના સૌથી ઊંચા રૂ.7000 ભાવ બોલાયા છે. જે અત્યાર સુધીનો સૌથી ઉંચો છે. ગયા વર્ષે અજમાનો ભાવ સૌથી વધુ રૂ. 4800 થયા હતા પરંતુ આ વખતે 2200 ની જેટલો ઉંચો ભાવ થઈ ગયો છે. જેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.
જામનગર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે અજમાનો ભાવ આજ રોજ અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ રૂ. 7000 બોલાયા છે.માર્કેટિંગ યાર્ડ ખાતે 2 હજારથી વધુ ગુણી દરરોજ અજમા ની આવક થાય છે.જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા ના ડુંડાસ ગામ ના ખેડૂત પોતાનો અજમો લઇને જામનગર માર્કેટિંગ યાર્ડ માં લઈ આવ્યા હતા જેમાં અજમાની હરાજીમાં એક મણ નો 7 હજાર રૂપિયા ભાવ બોલાયો હતો. અને રોજ લગભગ 2 હજાર ગુણી જેટલો હરાજીમા અજમા નો નિકાલ થાય છે. જ્યારે આખા રાજ્યમાં અજમાનું મેઇન પીઠું જામનગર યાર્ડ ગણાય છે.જ્યારે આજે હાઇએસ્ટ ભાવ 7 હજાર રૂપિયા હરાજી થયેલ છે. જે અત્યાર સુધી માં અજમા ના ઇતિહાસમાં અને માર્કેટિંગ યાર્ડ ના ઇતિહાસમાં સૌથી ઊંચો ભાવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.