હનુમાનજી પ્રત્યે અનોખી શ્રદ્ધા:ઓખાનો યુવાન છેલ્લા 5 વર્ષથી બેટ-દ્વારકાના દરિયામાં તરીને પહોંચે છે હનુમાન દાંડી

જામનગરએક મહિનો પહેલા
  • રાજુ સુમણિયાને બિરદાવવા માટે ઓખાની સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું

હનુમાન જયંતી નિમિતે ઓખાના યુવાને દરિયામાં તરીને હનુમાન દાંડી સુધી પહોંચવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. આ યુવાનની અનોખી ભક્તિને ઓખાની વિવિધ સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

ઓખાના રાજુ લાખાભા સુમણિયા વિવિધ પ્રકારનાં ઈવેન્ટ, એડવેન્ચર કે ખતરા સામે બાથ ભીડે છે. ગામમાં કે તાલુકામાં સાપ-નાગ નીકળે એટલે લોકો આ રાજુ ને બોલાવે છે. રાજુ ગમે તેવા ખતરનાક ઝેરી સાપને પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુકી આવે છે. સ્કૂબા ડાઈવિંગનો જબરો શોખ ધરાવનાર રાજુ સાયકલીંગ રેસ કે દોડની સ્પધૉમાં હોંશભેર ભાગ લઈને પારિતોષિકો જીત્યા છે.રાજુની હનુમાનજી મહારાજ પ્રત્યેની અનોખી શ્રધ્ધા છે. તે છેલ્લા 5 વષૅથી હનુમાન જયંતિ હોય તે દિવસે ઓખાથી બેટ સમૂદ્રમાં તરીને જાય છે અને કાંઠેથી હનુમાન દાંડીએ ચાલીને જઈ દશૅન કરે છે.આ વષૅ પણ આ જ રીતે રાજુએ આ સિલસિલો યથાવત રાખીને 5 કિ.મી. સમુદ્ર તરીને હનુમાન દાદાનાં દશૅન કયૉ હતા. રાજુ સુમણીયાની આ અનોખી ભકિતને ઓખાની સંસ્થાઓએ બિરદાવીને તેમનું સન્માન કર્યું હતુ.

ઓખાના રાજુ લાખાભા સુમણિયા ની બેટના હનુમાન દાંડી વારા હનુમાન પ્રત્યે અનોખી શ્રધ્ધા ધરાવે છે..ઓખા થી બેટ દર વર્ષે હનુમાન જન્મજયંતી નિમિતે દરિયામાં તરીને અભ્યાય માતાના મંદિર સુધી જાય છે જેમનું અંદાજિત 5.5 કિલોમીટર જેટલું અંતર થાય છે અને ત્યાંથી ચાલીને હનુમાન દાંડી મંદિર જાય છે. જેમનું અંતર અંદાજિત 7 કિલોમીટર જેટલું થાય છે.છેલ્લા 5 વર્ષથી ઓખાનો યુવાન રાજુ લાખાભા સુમણિયા આ રીતે તરીને બેટ માં હનુમાન દાંડીએ એ હનુમાનજી મહારાજ સંગ બિરાજમાન મકરધ્વજનાં દશૅન કયૉ હતા.

અન્ય સમાચારો પણ છે...