દોડધામ:જામનગર શહેરમાં પ્રથમ વખત 15 જ્વેલર્સમાં હોલમાર્કનો સર્વે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીઆઇએસના અધિકારીઓની ટીમ દ્વારા સતત બે દિવસ સુધી કાર્યવાહી કરી દાગીનાના નમૂના લેતા વેપારીઓમાં ભારે અફડા-તફડી મચી ગઇ
  • સોની વેપારીઓ દાગીનામાં ઉલ્લેખ કરાયેલા કેરેટ પ્રમાણેની શુધ્ધતાવાળું સોનું આપે છે કે નહીં તેની ચકાસણી કરાશે : બીઆઇએસ હોલમાર્ક વિશે જાણકારી પણ આપી

સોનાના દાગીનામાં ફરજિયાત હોલમાર્કના નિયમના કડક અમલીકરણ બાદ શહેરમાં પ્રથમ વખત 15 જવેલર્સમાં હોલમાર્કનો સર્વે કરવામાં આવતા વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. બીઆઇએસના અધિકારીઓની ટીમ દ્વારા સતત બે દિવસ સુધી કાર્યવાહી કરી દાગીનાના નમૂના લેતા વેપારીઓમાં અફડા-તફડી મચી ગઇ હતી. સોની વેપારીઓ દાગીનામાં ઉલ્લેખ કરાયેલા કેરેટ પ્રમાણેની શુધ્ધતાવાળું સોનું આપે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.

જામનગરમાં ગત શુક્રવારના રાજકોટથી બીઆઇએસ અધિકારી સુશાંતકુમાર તેની ટીમ આવી હતી અને શહેરમાં સોનાના દાગીનાના મોટા શો રૂમમાં હોલમાર્ક અંગે સર્વે હાથ ધર્યો હતો. બે દિવસ એટલે કે શનિવાર સુધી ચાલેલા સર્વેમાં શહેરમાં 15 થી વધુ શો-રૂમ અને જવેલર્સને આવરી લેવાયા હતાં. જેમાંથી મોટા ભાગના શો-રૂમમાંથી સોનાના દાગીનાના નમૂના લેવામાં આવ્યા હતાં. આટલું જ નહીં દાગીનામાં એચયુઆઇડી નંબર છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. તદઉપરાંત જે વેપારીઓને બીઆઇએસ હોલમાર્કની જાણકારી ન હતી તેને માહિતગાર કરાયા હતાં.

સોનાના દાગીનાના નમૂનાની ચકાસણી દિલ્હી, કલકતા, ચેન્નઇ બીઆઇએસ લેબોરેટરીમાં થશે
જામનગરમાં ગત શુક્રવાર અને શનિવારના બે દિવસ દરમ્યાન શહેરના 15 થી વધુ જવેલર્સ અને શો-રૂમમાં હોલમાર્ક અને દાગીનામાં લગવામાં આવેલા એચયુઆઇડી નંબરનો સર્વે કરાયો હતો. સર્વે બાદ દાગીનાના નમૂના લેવામાં આવ્યા છે. જેની ચકાસણી દિલ્હી, કલકતા, ચેન્નઇ સહિત દેશના શહેરોમાં આવેલી બીઆઇએસ લેબોરેટરીમાં થશે.> સુંધાશુકુમાર, બીઆઇએસ અધિકારી, રાજકોટ.

અન્ય સમાચારો પણ છે...