આદર્શ આચારસંહિતા અમલી:હાલારની 443 ગ્રામ પંચાયતોની ચૂંટણી: 19મી ડિસેમ્બરના મતદાન

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લાની 268 અને દ્વારકાની 175 ગ્રા.પં.ની ચૂંટણી જાહેર
  • 21મી ડિસે.ના મતગણતરી, 4 ડિસે. સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ

જામનગર જિલ્લાની 268 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 175 ગ્રામ પંચાયત સહિત રાજયમાં 10879 ગ્રામ પંચાયતોની ચુંટણી રાજયના ચુંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં તા.19મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.જયારે તા.21મી ડિસેમ્બરના મત ગણતરી હાથ ધરાશે.ચુંટણીની જાહેરાત સાથે આદર્શ ચુંટણી આચાર સંહિતા અમલી બની છે.

રાજય ચુંટણી આયોગ દ્વારા સોમવારે રાજયના જામનગર અને દેવભુમિ દ્વારકા સહિત 10,819 ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર કરવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાની જુદી જુદી 268 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 175 ગ્રામ પંચાયત મળી 443 ગામોમાં સોમવારથી આર્દશ ચુંટણી આચાર સંહિતા અમલી બની છે.

સંબંધિત ગ્રામ પંચાયતોની ચુંટણીની નોટીસો/જાહેરનામા તા.29 નવેમ્બરના રોજ પ્રસિધ્ધ કરાશે.જયારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.4 ડિસેમ્બરના રોજ રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.6 ડિસેમ્બરના રોજ કરાશે. અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા. 7 ડિસેમ્બર રહેશે.

જયારે તમામ ગ્રામ પંચાયતો માટે મતદાન તા. 19 ડિસેમ્બરના રોજ યોજાશે. જયારે જરૂર જણાય તો પુન: મતદાન તા. 20 ડીસે.ના રોજ થશે અને મતગણતરી તા.21મી ડીસેમ્બરના રોજ થશે. તમામ ચુંટણી પ્રક્રિયા તા.24 ડિસેમ્બર સુધી પુર્ણ થશે એમ જાહેર કરાયુ છે.

ગ્રામ પંચાયતોની ચુંટણી માટે મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 સુધીનો નકકી કરાયો છે.જયારે ચુંટણીમાં મતપેટીના ઉપયોગથી મતદાન લેવામાં આવશે. ચુંટણીને અનુલક્ષીને તમામ મથકો ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે માટે પુરતો પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કરવામાં આવશે.હાલારમાં ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓનો ધમધમાટ હાથ ધરાયો છે. જયારે ભરશિયાળે રાજકિય માહોલમાં પણ ઘીરે ધીરે ગરમાવો આવશે.

અન્ય સમાચારો પણ છે...