તહેવારની અસર:જામનગરમાં દિવાળી પહેલા યુવતીઓમાં હેર અને સ્કીન ટ્રીટમેન્ટનો ક્રેઝ વધ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્યુટીપાર્લરોમાં ફેશીયલ સહિતની ટ્રીટમેન્ટ માટે વેઇટીંગ

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કોરોના કેસ તળીયે પહોંચતા લોકોમાં ભય ઓછો થયો છે. દિવાળી નજીક આવતા યુવતીઓમાં સ્કીન તથા હેર ટ્રીટમેન્ટનો ક્રેઝ વધતા બ્યુટી પાર્લરોમાં ચારથી પાંચ દિવસનું વેઇટિંગ ચાલ્યું હતું. કોરોનાકાળ દરમ્યાન સંક્રમણના ડરને કારણે ફેશિયલ તથા હેર ટ્રીટમેન્ટ કરાવવા કોઈ આવતું ન હતું. પરંતુ નવરાત્રી બાદ યુવતીઓ સ્કિન ટેન દૂર કરાવવા સ્કિન ટ્રીટમેન્ટ તથા ફેશિયલ વધુ પ્રમાણમાં કરાવવા આવી રહી છે. જ્યારે હેર ટ્રીટમેન્ટમાં હેર કલર તથા હાઈલાઈટ ખૂબ ટ્રેન્ડમાં છે.

ઉપરાંત કેરેટિન તથા સ્મુદનીંગની ડિમાન્ડ જોવા મળી રહી છે. સામાન્ય રીતે આ સર્વિસ માટે 2 થી 3 કલાકનો સમય ફાળવતા મહિલાઓ પણ ચાર કલાકથી વધુનો સમય બ્યુટીપાર્લરમાં વિતાવી રહી છે. જેના કારણે સલૂન વર્કિંગ અવર્સમાં પણ વધારો થયો છે, તેમ બ્યુટીપાર્લરના સંચાલકોએ જણાવ્યું છે.

હેર સ્પા અને કલરની માંગ વધારે છે
કોરોનાના કેસ ઓછા થતા મહિલાઓમાં હેર સ્પા અને કલર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. કોરોનાકાળ દરમ્યાન હેર ટ્રીટમેન્ટ બંધ હોવાથી મહિલાઓ ઘરે હેર કલર કરતી અથવા તો કલર વગર ચલાવી લેતી હતી. પરંતુ કોરોનાના કેસ ઘટતા અને દિવાળીના તહેવારો અને લગ્ન સિઝન નજીક આવતા મહિલાઓમાં હેર સ્પા અને કલરની માંગ વધી છે તો કેરેટિનનો ક્રેઝ પણ વધ્યો છે.> શ્યામ લખતરીયા , બ્યુટીશિયન, જામનગર

સન ટેન દૂર કરવા યુવતીઓ ફેશિયલ વધુ કરાવી રહી છે
નવરાત્રી બાદ સન ટેન દૂર કરવા યુવતીઓ ફેશિયલ કરવાનું વધુ પસંદ કરી રહી છે. આ ઉપરાંત હેર ટ્રીટમેન્ટ, સ્પા, સ્મુદનીગ વધારે કરાવી રહી છે. હાલ પરિસ્થિતિ એવી છે કે કોઈપણ ટ્રીટમેન્ટ માટે તુરંત સમય ફાળવી શકાય તેમ નથી. હેર ટ્રીટમેન્ટ તથા ફેશિયલ માટે માટે ત્રણથી ચાર દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.> ખ્યાતિ મંકોડી, બ્યુટીશિયન, જામનગર

અન્ય સમાચારો પણ છે...