તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહેવાસીઓ ત્રાહિમામ:જામનગરમાં મેયરના વોર્ડમાં કમિશ્નર બંગલા નજીક 10 દિ’ થી ઉભરાતી ગટર

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો કરવા છતાં સમસ્યા ન ઉકેલાતા રોષ
  • માર્ગ પર ગંદાપાણીથી આવાગમનમાં ભારે મુશ્કેલી

જામનગરમાં મેયરના વોર્ડમાં કમિશ્નર બંગલા નજીક સતત 10 દિવસથી ગટર ઉભરાતા માર્ગ પર ગંદાપાણીની રેલમછેલથી આવાગમનમાં ભારે મુશ્કેલી પડતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. નવાઇની વાત તો એ છે કે, રજૂઆતો કરવા છતાં સમસ્યા ન ઉકેલાતા ભારે રોષની લાગણી ફેલાઇ છે.

જામનગરમાં મેયરના વોર્ડ નં.5 માં પાર્કકોલોની વિસ્તારમાં મોટરહાઉસ પાસે કે જયાં મનપાના કમિશ્નરનો બંગલો આવેલો છે તેની 100 મીટર નજીક છેલ્લાં 10 દિવસથી ગટર ઉભરાઇ રહી છે. જેના કારણે માર્ગ પર ગંદાપાણીની રેલમછેલ થઇ રહી છે. આ કારણોસર લોકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડતા ત્રાહિમામ પોકારી ગયા છે. નવાઇની વાત તો એ છે કે, આ સમસ્યા અંગે રહેવાસીઓએ મનપાને અવારનવાર રજૂઆતો કરી છે. પરંતુ કોઇ ઉકેલ ન આવ્યો નથી. ત્યારે જો મેયરના વોર્ડમાં સમસ્યા ન ઉકેલાતી હોય તો અન્ય વોર્ડમાં શું સ્થિતિ હશે તે સમજી શકાય તેવી બાબત છે.

અન્ય સમાચારો પણ છે...