જામનગરના રહેવાસી અને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયના પરીક્ષક, નૃત્ય વિશારદના ડાયરેક્ટર રાજેશ્રીબેન સોઢાને જયપુરમાં નૃત્ય વિભૂષણના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સાથે જ તેમની વિદ્યાર્થીની હીદિયાબા સોઢા નૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા બનતા જામનગર ગૌરવ વધાર્યું છે. રાજસ્થાનના જયપુરમાં અખિલ નટરાજાન આંતર સાંસ્કૃતિક સંઘ દ્વારા સાતમો રાષ્ટ્રીયકક્ષાનો સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવ યોજાયો હતો.
જેમાં જામનગરના રહેવાસી અને મુંબઇની અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયના પરીક્ષક, નૃત્ય વિશારદના ડાયરેક્ટર રાજેશ્રીબેન સોઢાએ ગુજરાત રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. જેમાં તેઓને નૃત્ય વિભૂષણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમની પાસે તાલીમ લેતી વિદ્યાર્થી અને સ્પર્ધક હીદીયાબા સોઢાએ નૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જામનગર તથા ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.