ઉજવણી:જામનગર શહેરમાં ગુરૂનાનકની 552મી જન્મ જયંતીની સાદાઈથી ઉજવણી કરાઇ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રભાતફેરી લીમડા લાઈન, ડીકેવી, અંબર ચોકડી સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી

જામનગરમાં શીખ સંપ્રદાયના ગુરુનાનકજી ની 552ની જન્મ જયંતીની ઉજવણી કરાઇ હતી. જેના ભાગરૂપે વહેલી સવારે ગુરુદ્વારથી પ્રભાતફેરી શરૂ થઈ હતી જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. જોકે કોરોના કાળને ધ્યાનમાં રાખીને શીખ સમુદાય દ્વારા સાદાઈથી ઉજવણી કરાઇ હતી.

શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનક દેવજીના જન્મ જયંતી શુભ પ્રસંગે સમુદાય દ્વારા ‘વાહે ગુરુ, વાહે ગુરુના જાપ કરે છે. અને વહેલી સવારે પ્રભાતફેરી કરે છે. શહેરમાં ગુરૂનાનક દેવજીના 552ની જન્મ જયંતીની ઉજવણી કરાઇ હતી.જેના ભાગરૂપે શહેરમાં શનિવાર અને રવિવારના દિવસે શીખ સમુદાય દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનો પ્રારંભ ગુરુદ્વારા થી સવારે છ વાગ્યે શહેરના લીમડા લાઈન, ડીકેવી, અંબર ચોકડી સહિતના શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. જોકે કોરોના કારણોને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ગુરુનાનક દેવના જન્મ જયંતીની ઉજવણી સાદાઈથી કરાવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...