તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે ગરમાવો:જિલ્લા બેંકની ચૂંટણીમાં ગુજસીટોકના આરોપીની ઉમેદવારીથી ખળભળાટ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદની જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મી વશરામ આહીરનું ફોર્મ મંજૂર
 • ફોર્મ પાછું ખેંચશે કે જેલમાંથી ચૂંટણી લડશે તે અંગે રહસ્ય : 1 જાન્યુઆરીઅે ચિત્ર સ્પષ્ટ થશે

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ગુજસીટોકના આરોપીની ઉમેદવારીથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મીનું ફોર્મ મંજૂર થતાં ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજસીકોટના આરોપી પૂર્વ પોલીસ કર્મી ફોર્મ પાછું ખેંચશે કે જેલમાંથી ચૂંટણી લડશે તે અંગે તરેહ-તરેહની ચર્ચા શરૂ થઇ છે.પ્રતિષ્ઠાના જંગ સમાન જામનગર જિલ્લા સહકારી બેંકમાં સતા કબજે કરવા ભાજપ-કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સ્થિતિમાં બેંકની ચૂંટણી જાહેર થતાં ફોર્મ ભરાયા બાદ ચકાસણીના અંતે કુલ 41 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે.

ચૂંટણી અધિકારીએ જાહેર કરેલી માન્ય ઉમેદવારની યાદીમાં ગુજસીટોકમાં અમદાવાદની જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મી વશરામ ગોવિંદભાઇ મિયાત્રા(આહીર) નું નામ હોય અને તેનું ફોર્મ પણ મંજૂર થઇ ગયું હોય ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે. 28 ડીસે.થી ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ રહી છે ત્યારે પૂર્વ પોલીસકર્મી ફોર્મ પાછું ખેંચશે કે જેલમાંથી ચૂંટણી લડશે તે અંગે તરેહ-તરેહની ચર્ચા શરૂ થઇ છે.

િડસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ માન્ય ઉમેદવારોમાં વર્તમાન, પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો
જામનગર ડ્રીસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ 41 માન્ય ઉમેદવારની યાદી ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાઇ છે. જેમાં ગ્રામ્ય ધારાસભ્ય રાધવજી પટેલ, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જીતુભાઇ લાલ, અશોક લાલ, જીવણભાઇ કુંભારવાડીયા, હેમત ખવા, મેરગ ચાવડા, મેરામણ ભાટુ, દિલીપ નથવાણી, બળદેવસિંહ જાડેજા, રૂષી અરવિંદભાઇ, ઇલેશ પટેલ, દિગ્વિજયસિંહ જાડેજા, વનરાજસિંહ સરવૈયા, વિલસન નથવાણી, લુણભા સુમણીયા, અમૃતલાલ ફળદુ, તરશીભાઇ તરપદા, રઘુભાઇ મુંગરા, ધરમશી ચનિયારા, ભાવેશ ગોઘાણી, કાંતિલાલ ગઢિયા, રાજેશ વાદી, ક્રિપાલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રતાપસંગ જાડેજા, ભીખુભા જાડેજા, મુળુભાઇ બેરા, વશરામ સોલંકી, પ્રવિણસિંહ ઝાલા, ભીમજીભાઇ શીખલીયા, મોહનભાઇ ડોબરીયા, વશરામ મિયાંત્રાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો