આયોજન:જામનગરમાં આજે 11 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા લેવાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 115 બ્લોકમાં 2056 છાત્રો પરીક્ષા આપશે
  • સવારે અને બપોરે બે સેશનમાં પેપર

જામનગરમાં સોમવારે 11 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા લેવાશે. 115 બ્લોકમાં 2056 વિધાર્થીઓ પરીક્ષા આપશે. સવારે અને બપોરે બે સેશનમાં પેપર લેવાશે. આ માટે તંત્ર દ્રારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. ધો.12 પછી એન્જીનીયરીંગ સહિતના ક્ષેત્રમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા મહત્વની છે. જામનગર સહિત રાજયભરમાં સોમવારે ગુજકેટની પરીક્ષા લેવાશે.

શહેરમાં કુલ 11 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાશે. જેમાં 115 બ્લોકમાં 2056 છાત્રો પરીક્ષા આપશે. પરીક્ષામાં ફીઝીકસનું 80 માર્કસનું પેપર સવારે 10 થી 12, ગણીતનું 40 માર્કસનું પેપર બપોરે 1 થી 2 અને બાયોલોજીનું 40 માર્કસનું પેપર બપોરે 3 થી 4 લેવાશે. પરીક્ષામાં ચોરીના દૂષણને ડામવા તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવશે.

શહેરમાં સજુબા સ્કૂલ, ડી.એસ.ગોજિયા શાળા, એ.બી.વિરાણી, જી.એસ.મહેતા, ડીસીસી, નેશનલ, ભવન્સ એ.કે.દોશી વિધાલય, સેન્ટઆન્સ,એલ.જી.હરિયા, સેન્ટ ઝેવિયર્સ શાળામાં પરીક્ષા લેવાશે. પરીક્ષા દરમ્યાન કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર માેબાઇલ, ઇલેકટ્રીક સાધનો, ઇલેકટ્રીક વોચ તથા અનઅધિકૃત સાહિત્ય લઇ જવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામંુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. તદ્દઉપરાંત પરીક્ષા કેન્દ્રની નજીક કોપીયર મશીન બંધ રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...