તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ:ગુજરાત મેડીકલ ટીચર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ

જામનગર3 મહિનો પહેલા
  • પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા હડતાળ શરૂ કરાઈ
  • કોવિડ અને ઈમરજન્સી સેવા ચાલુ રાખવામા આવી

ગુજરાત મેડીકલ ટીચર એસોસિેએશન દ્વારા પોતાની પડતર માગણીઓને લઈ આજથી હડતાળ શરૂ કરવામા આવી છે.જયારે કોવિડ ફરજ અને ઈમરજન્સી સેવા કાર્યરત રાખવામા આવી. અને કોવિડ પર ફરજ નથી તેવા તબીબો હડતાલમાં જોડાયા છે. જ્યારે આજ રોજ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે બેઠક યોજાઇ હતી તેમાં 10 માગણી સ્વીકારી લીધી છે અને મુખ્ય માંગણી નહીં સ્વીકારતા જામનગરમાં ટીચર મેડીકલ એસોસિએશન હડતાલ પર ઉતર્યા છે.

જ્યારે આજે મુખ્ય માગણીઓ છે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી .સાતમો પગાર પંચ, એડોક તબીબી સેવા વિનિયમ કરવી, તેમજ જીપીએસસી પરીક્ષા સમાંતરે લેવી, એનપીએની મર્યાદા દુર કરવી.સહીત 14 મુદાઓ સાથેની માંગણી હતી તેમાં દસ જેટલી માગણીઓ સ્વીકારાઈ છે અને મુખ્ય માંગણી ન સ્વીકારતા આજ રોજ એમ.પી.શાહ મેડીકલ કોલેજ ના પટાંગણમાં ધરણા પર બેસી હડતાલ પર તબીબો ઉતર્યા છે.

જયારે સરકાર સાથે વાતચીતમા માંગણીઓ નહી સંતોષતા તબીબીમા રોષ જોવા મળ્યોઆ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન ના હેઠળ આવતી જામનગર અંદાજે 250 જેટલા તબીબી ગુજરાત મેડીકલ ટીચર એસોસિએશન સાથે સંકળાયેલા છે.અને જ્યાં સુધી માગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ પર રહેશે તેવું જામનગર મેડિકલ ટીચર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર દિપક રાવલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...