કાર્યક્રમ:જે.પી.મોદી સ્કૂલ વસઇમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાનગીઓ, રમતો, સાહિત્ય, ખેતી વગેરે કાર્યક્રમમાં બાળકોએ રજૂ કરી

જામનગર પાસે આવેલ વસઈમાં આવેલ જે.પી.મોદી સ્કૂલમાં તા.2ના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બધા જ બાળકોએ તથા શિક્ષકોએ ભાગ લઈ ગુજરાતને રજૂ કર્યું હતું. જેમાં ગુજરાતની સંસ્કૃતિ, સ્મારકો, વાનગીઓ, રમતો, સાહિત્ય, સંતો, ખેતી, ઈન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ થયો હતો.

કાર્યક્રમમાં બાળકો તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નવાનગર નેચર કલબના પ્રેસિડેન્ટ વિજયસિંહ જાડેજા, સખી કલબના પૂર્વ પ્રેસિડેન્ટ અનસુયાબેન કનખરા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જે.પી.મોદી સ્કૂલના ટ્રસ્ટીઓ પારસભાઈ મોદી, જીનાબેન મોદી આવા કાર્યક્રમને પોત્સાહન આપે છે અને બાળકોનો ઉત્સાહ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...