જામનગરમાં કાલે બે CMનું આગમન:ગુજરાતના મુખ્યમંત્રી લમ્પી વેક્સિનેશન સેન્ટરની મુકાલાતે તો દિલ્હીના મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે બેઠક

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાઈરસ અંગે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજશે
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વેપારીઓ સાથે બેઠક કરશે

જામનગરમાં ખાતે ગુજરાત અને દિલ્હીના મુખ્યમંત્રીઓનું આગમન થવાનું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાષ્ટ્રપતિને આવકારશે અને લમ્પી આઇસોલેશન કમ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેનારા છે. જ્યારે બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જામનગરમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરવાના છે.

કાલે ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં
જામનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 6 ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે. તેઓ એરફોર સ્ટેશન ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈક્યા નાયડુને આવકારવા તેમજ ગોલ્ડન સિટી પાછળ સોનલ નગર ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત લમ્પી આઇસોલેશન કમ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત કલેકટર કચેરી ખાતે લંબી વાઈરસની સ્થિતિ અંગે જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. બેઠકમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સહિત અધિકારીઓની ઉપસ્થિતિ રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી પણ જામનગરની મુલાકાતે
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કાલે જામનગર આવી રહ્યા છે અને તેઓ શહેરના ઓસવા સેન્ટર ખાતે વેપારી અને ઉદ્યોગકારો સાથે એક બેઠકનું આયોજન કર્યું છે જેમાં તેઓ વેપાર અને ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરશે. કેજરીવાલ 11.30 વાગ્યા આસપાસ શહેરમાં આવેલા ઓસ્વાર સેન્ટર ખાતે વેપારી અને ઉદ્યોગકારો સાથે તેમના પ્રશ્નોને લઈને વાતચીત કરશે.

અન્ય સમાચારો પણ છે...