માર્ગદર્શન શિબિર:મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો કયા પગલા સહિતનું માર્ગદર્શન અપાયું

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લા પોલીસ ભવનમાં કાયદાકીય માર્ગદર્શન શિબિર યોજાઈ
  • ​​​​​​​​​​​​​​જિલ્લામાં કાર્યરત મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં સ્થિત જિલ્લા પોલીસ ભવનના સભાખંડમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ–2005 તથા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ–2013 અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ–2005 અંતર્ગત કાયદાકીય જોગવાઈઓ તથા કલમો વિશે માહિતી આપવામાં આવી હતી.

મદદનીશ સરકારી વકિલ સુમિત્રાબેન વસાવા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ તથા કાયદાના ઈતિહાસથી લઈ વિશાખા જજમેન્ટ સુધીની કાયદાની સફર વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત તેમણે સમગ્ર દેશમાં મહિલાઓ વિરૂદ્ધ થતા જાતીય ગુનાઓના આંકડાઓ રજૂ કરી જો કોઈ પણ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે કયા પ્રકારે પગલા લેવા તે અંગે વિગતે માર્ગદર્શન પણ પુરુ પાડ્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશકુમાર ભાભીએ જિલ્લામાં કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવએ કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ કાયદા તથા આંતરિક અને સ્થાનિક સમિતિ વિશે ઉપસ્થિતોને માહિતગાર કરી મહિલા અને બાળ અધિકારીની કચેરી ભોગ બનનારી મહિલાઓને કેવી રીતે મદદરૂપ બની રહે છે એ અંગે સમજણ આપી હતી. આ શિબિરમાં જિલ્લા પોલીસ અધિકક્ષ સુનિલ જોષી, મદદનીશ પોલીસ અધિક્ષક નિધિ ઠાકુર, નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી તથા વિવિધ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...