દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ:જામનગરમાં સંસ્થા દ્વારા સિવણની તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મહિલાઓ માટે સિવણ તાલીમ માર્ગદર્શન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ તાલીમ સત્ર દરમિયાન 5 અસ્થીવિષયક, 3 શ્રવણમંદ અને 2 મનોદિવ્યાંગ લાભાર્થીઓ સહિત કુલ 10 દિવ્યાંગ મહિલાઓએ કટિંગ એન્ડ ટેલરિંગ બેઝીક ડ્રેસ મેકિંગ સેશનમાં તાલીમ લીધી હતી. કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થી બહેન આરીફ બ્લોચ, બહેન ઝરીના બાબવાણી અને બહેન આશિયાના બાબવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત લાભાર્થીઓને મહિને રૂ. 2500 નું સ્ટાઈપેન્ડ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન, વડોદરાના ડાયરેક્ટર યોગેશભાઈ પારખી, પ્રવિણાબેન પટેલ અને સાક્ષીબેને તમામ લાભાર્થીઓને તાલીમ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં 40 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.

ઉપરોક્ત માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા માટે દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલાબેન મંગે, રિયાબેન ચિતારા, વિજયભાઈ વોરા, જાયણીબેન મોઢા અને પુષ્પાબેન વોરાએ જહેમત ઉઠાવી હતી. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈ એમ. દરદાજાની દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...