દરોડા:જામનગરમાં GSTની ટીમ ત્રાટકી, 15 ઉદ્યોગકારોની અટકાયત કરી, ઉદ્યોગકારોના ઉગ્ર વિરોધ બાદ મુક્ત કરાયા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરની દરેડ જીઆઇડીસી તેમજ શંકર ટેકરી ઉદ્યોગનગર સહિતના બ્રાસના એકમો પર આજે જીએસટીની ટીમ ત્રાટકી હતી. એલ.સી.બી, એસ.ઓ.જીની મદદથી જામનગરના 15 ઉદ્યોગકારોને ઉઠાવી લેવાતાં વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બોગસ બિલિંગ કૌભાંડના સંદર્ભમાં સુરતની તપાસ પછી આ રેલો જામનગર પહોંચ્યો હોવાનું અને તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, જીઆઈડીસી એશોસીશનના હોદેદારો અને કારખાનેદાર ઉદ્યોગકારોના ઉગ્ર વિરોધ બાદ જીએસટીના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરી દરેક વેપારીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

જામનગર શહેરના અને ખાસ કરીને બ્રાસ ઉદ્યોગના વેપારી આલમમાં ભારે ખળભળાટ મચાવી હતી અને સ્થાનિક ગુના શોધક દેનારી આ કાર્યવાહીની વિગતો એવી શાખાની ટીમ ઉપરાંત એસઓજીની છે. આજે વહેલી સવારે 9 ટુકડી વગેરેને સાથે રાખીને દરેડ વાગ્યાથી સ્ટેટ જીએસટીની જુદી જુદી જી.આઈ.ડી.સી. વિસ્તાર તેમજ શંકર ટુક્ડીઓ જામનગરમાં આવી પહોંચી ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં ત્રાટકી હતી. સ્થાનિક પોલીસની મદદ લઈને જીએસટીની ટીમ દ્વારા બ્રાસ એકમ સાથે જોડાયેલા 15 જેટલા વેપારીઓને અટકાયતમાં લઈ લેવાયા હતા. જેથી વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. તમામ ઉદ્યોગકારોને સૌપ્રથમ એલસીબી અને એસઓજીની ચેરીએ લઈ જવાયા હતા. ત્યાર પછી ક્રમશ વેપારીઓને જામનગરની જીએસટીની કચેરીમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તમામની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

થોડા સમય પહેલા સુરતમાં સ્ટેટ જીએસટીની ટીમે જીએસટી ચોરીનું બિલિંગનું મસ મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. જેનો રેલો જામનગર સુધી પહોંચ્યો હોવાનું અને તેના સંદર્ભમાં જ કેટલાક વેપારીઓને ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં જ નવાજૂની ના એંધાણ થાય તેવું જાણવા મળી રહ્યું છે. આ દરોડાને કાર્યવાહીને લઈને જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આજે અનેક નાના મોટા એકમો બંધ થઈ ગયા છે. જ્યારે કેટલાક ઉદ્યગકારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખાસ કરીને બ્રાસ સ્ક્રેપના વેપારીઓ ને તપાસવામાં આવી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...