જામનગર જિલ્લાના લાલપુરમાં ફર્નિચર બનાવતા યુનિટ પર સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.43લાખની કરચોરી થયું હોવાનું સામે આવ્યું હતુ. આથી અધિકારીઓ દ્વારા રિકવરી માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી જીએસટી ચોરી કરતા અમુક લોકો પર સીએસજીએસટી વીભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હેડકવાર્ટર પ્રિવેન્ટીવ ટીમ દ્વારા જામનગર નજીકના લાલપુરમાં ફર્નિચર ઉત્પાદન કરતા યુનિટ પર રાજકોટમાં આવેલી તેની ઓફિસ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સામે આવ્યું હતું કે આ યુનિટ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફર્નિચરના વેચાણ સબબ કે ઇ - વે બીલ જનરેટ કર્યા વગર વેચાણ કરવામા આવતું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ફર્નિચર પર લાગુ પાડવામાં આવેલા 18ટકા ડ્યૂટીની ચોરી કરવા માટે સંચાલક દ્વારા ફર્નિચરનું વેચાણ બિલ વગર કરાતું હતું.
આમ સમગ્ર તપાસના અંતે ટીમ દ્વારા રૂ.43 લાખની કરચોરી ઝડપી પાડી હતી. તેની રિકવરી પેન્લટી સાથે વસૂલાત કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સી.સી.ઓ.ના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. આગામી સમયમાં કરચોરી કરનારને દરેક વ્યવસાયકારોને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.