રજૂઆતને સફળતા:GSTના ઇ-વે બીલ, ઇ-ઇન્વોઇસના ફોર્મ એક લોગઇનથી ભરી શકાશે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ચેમ્બરે ડુપ્લીકેશન રોકવા કરેલી રજૂઆતને સફળતા
  • એક બીલ અને વ્યવહાર માટે જુદા-જુદા ઇન્વોઇસ બનાવવા નહીં પડે

જીએસટીના ઇ-વે બીલ અને ઇ-ઇન્વોઇસના ફોર્મ એક લોગઇનથી ભરી શકાશે. આથી એક બીલ અને વ્યવહાર માટે જુદા-જુદા ઇન્વોઇસ બનાવવા નહીં પડે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સે ડુપ્લીકેશન રોકવા કરેલી રજૂઆતને સફળતા મળી છે.

જીએસટી કાયદા હેઠળ એક શહેરમાંથી બીજા શહેરમાં જતો રૂ.50000 થી વધુ કિંમતના માલ પર ઇ-વે બીલ ફરજીયાત છે. તદઉપરાંત હાલ 10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત કર્યું છે. આ સ્થિતિમાં દરેક વેપારીને એક બીલ માટે બે વખત સીસ્ટમ પર જવું પડે તેવી પરિસ્થિતિ હતી.

આ બાબતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત સેન્ટ્રલ જીએસટીના ચીફ કમિશ્નરને રજૂઆતો કરી હતી. જેના અનુસંધાને હાલ જીએસટી સિસ્ટમ વેપારીઓને ઇ-વે બીલ અને ઇ-ઇન્વોઇસના બેવડા કાર્યભારથી મુકત કરવા જઇ રહી છે. કારણ કે હાલ બંને ફોર્મ એક લોગઇનથી ભરવાની શરૂઆત થઇ છે. આથી વેપારીઓ અને ઉધોગકારોને એક બીલ અને એક જ વ્યવહાર માટે જુદા-જુદા ઇ-ઇન્વોઇસ અને ઇ-વે બીલ નહીં બનાવવા પડે.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સે આ બાબતે સતત જીએસટીના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી તેમજ આ મુદ્દે જિલ્લાના સાંસદને પણ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને જીએસટીના ઇ-વે બીલ, ઇ-ઇન્વોઇસના ફોર્મ એક લોગઇનથી ભરવાનું શરૂ થતાં ઉદ્યોગકારો અને વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે, કારણ કે,એક બીલ અને એક જ વ્યવહાર માટે જુદા-જુદા ઇ-ઇન્વોઇસ અને ઇ-વે બીલ નહીં બનાવવા પડે.

અન્ય સમાચારો પણ છે...