તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:બેડીમાં જૂથ અથડામણ ,બન્ને તરફે 7 ઘવાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થૂંક ઉડાડવા બાબતે બોલાચાલી બાદ મામલો બીચકયો: સામસામે ફરિયાદ નોંધાઈ

જામનગરમાં બેડી વિસ્તારમાં બુધવારે સાંજે બે મુસ્લિમ જૂથ વચ્ચે થયેલ સશસ્ત્ર અથડામણમાં બન્ને પક્ષે સાત વ્યકિતઓને ઇજા પહોંચી હતી. જામનગરમાં બેડી વિસ્તારમાં ચાંદની ચોક પાસે ગઇકાલે સાડા આઠેક વાગ્યાના સુમારે બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. જેમાં એક પક્ષે ફારૂક કાસમ ગંઢારે ઓવેસ અબાસ સંઘાર, અબાસ જુમા સંઘાર, જાવેદ અનવર સંઘાર, ફારૂક અનવર સંઘાર, અહેમદરજા અબાસભાઇ સંઘાર, અનવર જુમા સંઘાર નામના શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ફારૂકભાઇ બુધવારે સાંજે સાડા છ વાગ્યે હુશૈની ચોક પાસેથી નિકળતા હતા ત્યારે આરોપી ઓવેશે પાસે આવી તેના પર થુંકયો હતો. મારી પર કેમ થુંકે છે તેમ ફારૂકભાઇએ કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. દરમ્યાન હાજર લોકોએ બન્ને જુદા પાડયા હતા ત્યારબાદ અન્ય આરોપીઓ સાથે સાડા સાતેક વાગ્યે તલવાર, લાકડાના ધોકા, છરી સહિતના હથિયારો સાથે આરોપીઓ આવી ગયા હતા.

ફારૂક તથા તેના પરિવારના અન્ય સભ્યો પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સામા પક્ષે જાવેદ અનવર સંઘારે ફારૂક કાસમભાઇ ગંઢાર, હામીદ ભગાડ, જાકુબ દલ, બસીરા ક્કલ અને અન્ય ત્રણ સહિત સાત શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી ફારૂક સાથે સાંજે ચાંદની ચોક પાસે રોજુ છોડવા માટે લસ્સી લેવા ગયો ત્યારે ઝઘડો થયો હતો.

આ ઝઘડાનો ખાર રાખીને રોજુ છોડી પરત ફરતા જાવેદ તથા તેના પરિવારના કાકા-કાકી, અનવરભાઇ, નુરજહાબેન સહિતનાઓ ઉપર લોખંડના પાઇપ, તલવાર, કુહાડી, ધારીયા વડે હુમલો કરી ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આ બન્ને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...