મગફળીની આવક બંધ:યાર્ડમાં સતત છઠ્ઠા દિવસે મગફળીની આવક બંધ

જામનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં વધુ 18,573 મણ કપાસની આવક થઈ

જામનગર માર્કેટ યાર્ડમાં સતત છઠ્ઠા દિવસે મગફળીની આવક બંધ રહી હતી. એક દિવસમાં વધુ 18573 મણ કપાસ ઠલવાયો હતો. હરાજીમાં જીરૂના રૂ.4475, સૂકા મરચાના રૂ.6010 ભાવ બોલાયા હતાં. જામનગર માર્કેટ યાર્ડમાં ગત તા. 18 નવેમ્બરના એક જ દિવસમાં 32000 ગુણી મગફળીની આવક થઇ હતી. આથી આ જથ્થો ન વેંચાય ત્યાં સુધી નવી મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી. ગુરૂવારે સતત છઠ્ઠા દિવસે મગફળીની આવક બંધ રહી હતી.

જયારે કપાસની 18573, ધઉંની 885, અડદની 147, ચણાની 1589, અરેંડાની 452, તલની 228, રાયડાની 228, લસણની 3117, જીરૂની 972, અજમાની 4932, અજમાની ભૂસીની 699, ધાણાની 777, સૂકી ડુંગળીની 4374, સૂકા મરચાની 231, સોયાબીનની 1018, વટાણાની 111, કલોંજીની 117 મણ આવક થઇ હતી. હરાજીમાં 370-500, મગના રૂ. 1000-1140, અડદના રૂ. 900-1495 ભાવ બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...