ભાવ ઉપજ્યા:હાપા યાર્ડમાં મગફળીનો ભાવ રૂા. 2 હજાર, રાજ્યમાં સૌથી વધુ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામનગર માર્કેટ યાર્ડમાં ગુરૂવારે મગફળી સહિત 40694 મણ જુદી-જુદી જણસ ઠલવાઇ હતી - Divya Bhaskar
જામનગર માર્કેટ યાર્ડમાં ગુરૂવારે મગફળી સહિત 40694 મણ જુદી-જુદી જણસ ઠલવાઇ હતી
  • મગફળીની 66 નંબરની જાતના હરાજીમાં રૂ.2000 ભાવ ઉપજ્યા
  • જુદી-જુદી 40694 મણ જણસ ઠલવાઇ, 10113 મણ કપાસ આવ્યો

જામનગર માર્કેટ યાર્ડમાં રાજયનો અત્યાર સુધીનો મગફળીનો સૌથી વધુ ભાવ ગુરૂવારના રોજ બોલાયો હતો. મગફળીની 66 નંબરની જાતના ખેડૂતોને હરાજીમાં રૂ.2000 ભાવ ઉપજયા હતાં. જુદી-જુદી 40694 મણ જણસ ઠલવાઇ હતી. જેમાં 10113 મણ કપાસની આવક થઇ હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ગુરૂવારે મગફળીની 66 નંબરની જાતની 66 ગુણીનું પ્રતિ મણ રૂ.2000 કીલો લેખે વેંચાણ થયું હતું. હરાજીમાં 20 કીલો મગફળીના રૂ.2000 બોલાતા આ ભાવ રાજયભરમાં અત્યાર સુધીનો મગફળીનો સૌથી ઉંચો ભાવ રહ્યો હતો. યાર્ડમાં બાજરીની 168, ઘઉંની 550, અડદની 1722, ચોળીની 109, મેથીની 123, ચણાની 2258, તલીની 1061, રાયડાની 1520, લસણની 13344, કપાસની 10113, જીરૂની 876, અજમાની 1638, અજમાની ભૂસીની 1005, ધાણાની 363, સૂકી ડુંગળીની 1548, સૂકા મરચાની 67, સોયાબીનની 2810, કલોંજીની 207 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો બાજરીના રૂ.350-375, ઘઉંના રૂ.422-563, અડદના રૂ.900-1575, તુવેરના રૂ.1000-1100, મેથીના રૂ.825-1005, ચણાના રૂ.810-880, અરેંડાના રૂ.1265-1405, તલીના રૂ.2250-3040, રાયડાના રૂ.1100-1276, કપાસના રૂ.1600-1895, જીરૂના રૂ.3200-4580, અજમાના રૂ.1500-2800, ધાણાના રૂ.1800-2100, સૂકા મરચાના રૂ.1550-4540 બોલાયા હતાં.

યાર્ડમાં ગુરૂવારે જુદી-જુદી જણસની 40694 મણ આવક થઇ હતી. જેમાં સૌથી વધુ 195 ખેડૂત કપાસ વેચવા આવ્યા હતાં. નવી સીઝન શરૂ થતા લસણ, મગફળી, કપાસ, ચણાની આવક વ્યાપક પ્રમાણમાં થઇ રહી છે. જયારે મગ, મઠ, મકાઇ, ગુવાર, સીંગદાણા, ઇસગબુલ, વટાણાનો કોઇ આવક થઇ ન હતી. કપાસ અને મગફળીની આવકથી યાર્ડ ઉભરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...