સ્વાસ્થ્યવર્ધક ભોજનની મોંસમ:લીલી તુવેર,આંબા હળદર, લીલા લસણની આવક ઓછી હોવાથી બજારમાં 10 દિવસ મોડા આવશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળાની શરૂઆત થતાં શાકભાજી સસ્તા થયા, ભીંડાે મોંઘો થયો

જામનગરમાં ગુલાબી ઠંડી પડતા જ શિયાળુ શાકભાજી બજારમાં આવી જતા હોય છે. પરંતુ આ વર્ષે લીલી તુવેર, આંબા હળદર અને લીલા લસણની આવક ઓછી હોવાના કારણે આ શાકભાજી પાંચ થી દસ દિવસ મોડા બજારમાં આવશે. જ્યારે વાલની આવક નહિવત પ્રમાણમાં હોવાના કારણે તે બજારમાં માંડ માંડ જોવા મળી રહ્યા છે તેમ જામનગરના શાકભાજીના વેપારી ધારસીભાઈ ગઢવીએ જણાવ્યું હતું. દિવાળી બાદ નવેમ્બર આવતા જ શિયાળાની ઋતુની શરૂઆત થાય છે .શિયાળામાં ઠંડી અને શાકભાજી અન્ય ઋતુ કરતા વધુ સારા આવતા હોવાથી સ્વાસ્થય વર્ધક ભોજનની મોસમ ગણવામાં આવે છે.

શિયાળો શરૂ થતા નવા શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષ લીલી તુવેર, આંબા હળદર અને લીલા લસણની આવક ઓછી હોવાના કારણે આ શાકભાજી પાંચ થી દસ દિવસ મોડા બજારમાં આવશે. જોકે કોબી, ફ્લાવર સહિતના શાકભાજીના ભાવમાં કીલોએ રૂ. 10 થી 20 નો ઘટાડો થયો છે. જ્યારે ગુવારની આવક વધુ અને માંગ ઓછી હોવાથીમાં પણ ઘટાડો આવ્યો છે.

શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ગૃહિણીને હાશકારો

શાકભાજીપહેલાના ભાવહાલના ભાવ
ગુવાર70-8030-40
ભીંડો20-3040-50
કોબી40-5015-20
ફલાવર100-12530-40
ટમેટા50-6030-40
લીંબુ80-9050-60
ગલકા20-3050-60
કોથમરી120-14060-70
કારેલા40-5040-50
વટાણા290-300180-200

​​​​​​​

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...