તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો 2 વર્ષથી 7મા પગારપંચના એરિયર્સ વિહોણાં

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ધા
  • 5 વર્ષની ફિકસ પગારની સળંગ નોકરીનો પરિપત્ર પણ અધ્ધરતાલ

જામનગર સહિત રાજયભરની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને છેલ્લાં બે વર્ષથી સાતમા પગારપંચના એરિયર્સના હપ્તા ન મળતાં અને 5 વર્ષની ફીકસ પગારની સળંગ નોકરીનો પરિપત્ર ન કરવામાં આવતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

શિક્ષક સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે, અનુદાનિત શાળાઓના શિક્ષક કર્મચારીઓની 5 વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ ગણવા બાબતે વર્ષ-2019 માં ધરણાં-પ્રદર્શન કરાયા હતાં. ત્યારે સરકાર દ્વારા ફકત અનુદાનિત શાળાના શિક્ષકો માટે આ માટેનો પરિપત્ર નહીં કરી અન્યાય કરવામાં આવ્યો હતો. વધુમાં સાતમાં પગારપંચના એરિયર્સના હપ્તાં છેલ્લાં બે વર્ષથી ચૂકવામાં આવ્યા નથી. જયારે સરકારી કર્મચારીઓને ત્રણ-ત્રણ હપ્તા ચૂકવાઇ ગયા છે. આથી પાંચ વર્ષની ફિકસ પગારની સળંગ નોકરી અને એરિયર્સન હપ્તાં બાબતે અન્યાય થતાં મે-2021 માં લેનાર બોર્ડની પરિક્ષા પહેલા આ પરિપત્ર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો