રજત જયંતિ મહોત્સવ:સિદસર ઉમિયા ધામમાં CM ભૂપેન્દ્ર પટેલની રક્ત તુલા કરાઈ, કોંગ્રેસના MLAએ કહ્યું- નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો અમે તેને આવકારીએ છીએ

જામનગર3 મહિનો પહેલા
  • સિદસર હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સિદસર ધામના ટ્રસ્ટીઓ તથા મહાનુભવોએ હર્ષભેર આવકાર્યા
  • મુખ્યમંત્રીએ ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી માતાજીના આશિષ મેળવ્યા

કડવા પાટીદારના આસ્થાના કેન્દ્ર સિદસર ઉમિયા ધામ ખાતે રજત જયંતિ મહોત્યવ સ્મૃતિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરના રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થવા આવી પહોંચ્યા હતા. સિદસરમાં માતાજીના દર્શન કરવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા છે. મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની રક્ત તુલા કરાઈ હતી. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈ જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો તેઓને અમે આવકારીએ છીએ.

મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા
ઉમિયા માતાજીના મંદિર સિદસર ખાતે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તેમજ નવનિર્મિત ઉમિયાધામ લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં દેશ વિદેશ સહિત પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં સહભાગી થવા પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતાં. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે નવનિર્મિત ઉમિયાધામ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રક્ત તુલા કરવામાં આવી હતી. હિમોગ્લોબીનનું સ્તર સમાજમાં ઊંચું લાવવા માટે રક્ત તુલા કરાઈ હતી.

મુખ્યમંત્રીએ ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમિયા માતાજીના ચરણોમાં શિશ નમાવી વંદન કર્યા હતા. ઉમિયા માતાજીના મંદિરના રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવા ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ માતાજીના આશિષ મેળવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ માતાજીના ચરણોમાં શિશ નમાવી પ્રાથના કરી હતી. આ તકે મુખ્યમંત્રીનું તથા રાજ્ય મંત્રીનું સિદસર મંદિર ટ્રસ્ટીઓ, મહાનુભાવો તથા આગેવાનોએ સન્માન કર્યું હતું.

મહાનુભાવોએ મુખ્યમંત્રીને હર્ષભેર આવકાર્યા
આ તકે હેલિપેડ ખાતે મુખ્યમંત્રીને સિદસર મંદિરના પ્રમુખ જેરામ વાસજાળીયા, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુ પટેલ, મૌલેશ પટેલ, જયેશ પટેલ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિતના મહાનુભાવોએ હર્ષભેર આવકાર્યા હતાં.

ચિરાગ કાલરિયા, ધારાસભ્ય
ચિરાગ કાલરિયા, ધારાસભ્ય

જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવકારી તેઓનું સન્માન કર્યુ હતું. આ તકે ચિરાગ કાલરિયાએ જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાની જે વાત છે તે એક અફવા છે. હું આ વિસ્તારનો ધારાસભ્ય છું અને મારા વિસ્તારમાં મુખ્યમંત્રી આવ્યાં છે ત્યારે તેઓનું સન્માન કરવુ તે મારી ફરજ છે. નરેશ પટેલને લઈ ચિરાગ કાલરિયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો તેઓને અમે આવકારીએ છીએ. શિર્ષ નેતુત્વ જોડે તેઓની વાતચીત ચાલું છે. કોંગ્રેસમાં જોડાવા માટે તમામ માટે દરવાજા ખુલા છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ઉમિયા માતાજીના ધામ સિદસર ખાતે આવી પહોચ્યા હતા. તેઓની સાથે પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...