ચૂંટણી:દ્વારકા જિલ્લામાં ગ્રા.પં.ની ચૂંટણી, રાજકિય ગરમાવો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિષ્ઠાભર્યા જંગમાં અમુક ગ્રામ્ય પંથકમાં હજુ મિશ્ર વાતાવરણ: સરપંચ-સભ્યપદની ચુંટણી જીતવા માટે ઉમેદવારોએ એડીચોંટીનુ જોર લગાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની ચુંટણીનુ તા.19મી ડીસે.ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જુદા જુદા ગ્રામ્ય પંથકમાં પ્રતિષ્ઠા ભર્યા મનાતા સ્થાનિક ચુંટણી જંગમાં જીત મેળવવા માટે સરપંચ અને સભ્યપદના ઉમેદવારોએ પ્રચાર કાર્ય પુરજોમાં શરૂ કરી એડીચોંટીનુ જોર લગાવી રહયા હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. જોકે,હાલ અમુક સ્થળોએ મિશ્ર તો અમુક પંથકમાં નિરાશાભર્યુ વાતાવરણ પણ પ્રર્વતી રહયાનુ જણાઇ રહયુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.19/12ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનો મતદાન યોજાનાર છે ત્યારે સરકારીતંત્ર પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ચૂંટણી યોજાય તેના માટેકમર કસી રહ્યું છે.બીજી બાજુ ગ્રામ પંચાયતની સ્થાનિક ચૂંટણીમાં ગ્રામ્ય લેવલે સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યપદની ચૂંટણી જીતવા માટે ઉમેદવારોનું એડીચોંટીનું જોર લગાવી રહયા છે.આ સ્થાનિક કક્ષાએ પ્રતિષ્ઠા ભર્યો મનાતો જંગ જીતવા માટે ઉમેદવારો ગામડામાં પણ તમામ તાકાત લગાવી રહ્યા છે.

જોકે,ગ્રામ પંચાયતની ચૂંટણી ધારાસભ્યની ચૂંટણી કરતા પણ અતિ ઉત્તેજના વારી અને રસાકસી ભરી જોવા મળે,પરંતુ આ વેળાની ચૂંટણીમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતાં અમુક સ્થળોએ હજુ નિરાશા ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જ્યારે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે હાલ કેટલાક ધારાસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રતિષ્ઠિત અને વધારે મતદાન ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ પદ મેળવવા માટે રાત્રી મિટિંગો સહિતના રાજકીય ચોકઠા ગોઠવી ચૂંટણી જીતવા માટે ભારે દોડધામ અને મહેનત પણ કરવામાં આવી રહી છે.

આમ,હવે આગામી તા.19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કેટલુંક ચિત્ર સ્પષ્ટ થશે એમ મનાય રહયુ છે. સંભવત: અંતિમ બે દિવસમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે તેમ મનાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતા જ વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ દ્વારા પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિષ્પક્ષ યોજાય એ માટે અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...