હવામાન:શહેરમાં ધીમે-ધીમે ઠંડીની જમાવટ, પારો 14 ડિગ્રી

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની શક્યતા

જામનગર શહેર-જિલ્લામાં ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. મંગળવારે લઘુતમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયોતા લધુતમ તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યું હતું.જેથી મોડી રાત્રે અને વહેલી સવારે શહેરીજનોએ ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડી વધતા લોકોને પંખા, એસી, કૂલર બંધ કરવાની ફરજ પડી છે.

જામનગરમાં 48 કલાકમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા વાતાવરણ ટાઢુંબોળ બન્યું છે. વહેલી સવારે ભેજ સાથે સુસવાટા મારતા ઠંડા પવનના કારણે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. સોમવારે લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લાં 24 કલાકમાં લધુતમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થતાં મંગળવારે ઘટી 14 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉતર ભારતમાં હિમવર્ષા શરૂ થતા આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે.

શહેરમાં ઠંડી વધતા ગરમ વસ્ત્રોની બજારમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રીના અને વહેલી સવારે શહેરના માર્ગો સૂમસામ જોવા મળી રહ્યા છે. ઉત્તરભારતમાં હિમવર્ષા શરૂ થતાં આગામી દિવસોમાં હજુ પણ લઘુતમ તાપમાન ઘટતા ઠંડી વધવાની શકયતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...