તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Grade Pay Of Teachers, Over Setup Question Of Echtat Principals Applied, Government's Silence Despite Submissions By Educational Federation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:શિક્ષકોના ગ્રેડ પે, એચટાટ આચાર્યોના ઓવર સેટઅપ પ્રશ્ને આવેદન અપાયું, શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆતો છતાં સરકારનું મૌન

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રશ્નોનો ઉકેલ નહી તો ધરણાં, શિક્ષણના બહિષ્કારની ચિમકી

જામનગરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષકોના 4200 ગ્રેડ પે અને એચટાટ આચાર્યોના ઓવર સેટઅપ પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકાર ટસની મસ ન થતાં ધરણાં અને ઓનલાઇન શિક્ષણના બહિષ્કારની ચિમકી આપી છે.

ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના માર્ગદર્શન હેઠળ જામનગર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમે કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, અનેક રજૂઆતો બાદ પણ દોઢ વર્ષથી સરકારે શિક્ષકોના 4200 ગ્રેડ પે બાબતે નીતિવિષયક નિર્ણય કર્યો નથી. આટલું જ નહીં એચટાટ આચાર્યોના આર.આર.અને ઓવર સેટ અપના પ્રશ્નનું નિરાકરણ થયું નથી. આથી ગાંધીનગરમાં થનારા ધરણા કાર્યક્રમમાં 8 થી 25 ડીસેમ્બર સુધી જિલ્લા વાઈઝ 50 શિક્ષકો દરરોજ ધરણા કરશે. તદઉપરાંત 12 ડીસેમ્બરથી ઓનલાઈન કામગીરીનો શિક્ષકો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો