ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા. 8 જાન્યુઆરીના ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2 ની પરીક્ષા લેવામાં આવશે. જામનગરમાં આ પરીક્ષા માટે કુલ 3633 ઉમેદવાર નોંધાયા છે.
શહેરમાં 15 સ્કુલના 152 બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવશે. તમામ પરીક્ષા ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લેવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષામાં સવારે 9 થી 1 અને બપોરે 3 થી 6 એમ બે પેપર લેવામાં આવશે.
શહેરમાં જેકુરબેન સોની વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ, એલજી હરિયા હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, કાલિન્દી હાયર સેકન્ડરી વિદ્યાલય, જ્ઞાનગંગા સ્કૂલ, આર. આર. શાહ હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સહિતમાં યોજાશે.
પરીક્ષા કેન્દ્રોથી 100 મીટર વિસ્તારમાં ઝેરોક્ષ પર પ્રતિબંધ
રવિવારે જીપીએસસીની પરીક્ષા હોવાથી પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ-કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં કોપીયર મશીનો બંધ રાખવા, કેન્દ્રોમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઈલેકટ્રોનિક ઉપકરણો તેમજ અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.