આંગણું ગોબરૂં:જામનગરની સરકારી કચેરીઓ એટલે મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીઆઇએલઆર કચેરી : પાેટલા અને ટેબલો - Divya Bhaskar
ડીઆઇએલઆર કચેરી : પાેટલા અને ટેબલો
  • મચ્છરના વાહકજન્ય રોગચાળાથી બચવા ભંગારનો નિકાલ કરવા મનપા સૂફિયાણા સૂચનો કરે છે પરંતુ કચેરીઓમાં વિપરિત સ્થિતિ
  • બંધ અને કાર્યરત કચેરીઓમાં આડેધડ પોટલા અને બિનજરૂરી ચીજવસ્તુઓના ખડકલા: પટાંગણમાં દરરોજ ભરાતા પાણીથી મચ્છરોને મોકળું મેદાન

જામનગરમાં મચ્છરના વાહકજન્ય રોગચાળાથી બચવા અગાસી સહિતના સ્થળો પર પડેલા ભંગારનો નિકાલ કરવા મહાનગરપાલિકા શહેરીજનોને સૂફીયાણા સૂચનો કરી રહી છે. પરંતુ શહેરમાં સરકારી કચેરી જ મચ્છરોના ઉત્પતિ કેન્દ્ર બની છે. કારણ કે, શહેરની બંધ અને કાર્યરત સરકારી કચેરીઓમાં આડેધડ પોટલ, બીનજરૂરી ચીજવસ્તુઓના ખડકલા, ભંગારની સાથે પટાંગણમાં દરરોજ ભરાતા પાણીથી મચ્છરોને મોકળું મેદાન મળ્યું છે. આથી કર્મચારીઓ અને લોકો પર રોગચાળાનો ખતરો ઝંળુબી રહ્યો છે.

મહાનગરપાલિકા : ફાયર શાખા પાસે ભંગાર
મહાનગરપાલિકા : ફાયર શાખા પાસે ભંગાર

જામનગરમાં ચોમાસાના કારણે મચ્છરોનો ઉપદ્વવ વધતા તાવ, મલેરિયા, ડેન્ગ્યુ સહિતા કેસનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં મચ્છરના વાહકજન્ય રોગચાળાને કાબૂમાં લેવા મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરી મચ્છરોના પોરાના નિકાલની સાથે મચ્છરો ન થાય તે માટે નકામો ભંગાર ન રાખવા, પાણીના ખાબોચિયા ન ભરાયેલા રહે તેની તકેદારી રાખવા સૂફિયાણા સૂચનો શહેરીજનોને આપવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારી કચેરીઓ જ મચ્છરોના ઉત્પતિ કેન્દ્ર બની છે.

નોંધણી નિરીક્ષક કચેરી : ધૂળ ખાતું ફર્નિચર
નોંધણી નિરીક્ષક કચેરી : ધૂળ ખાતું ફર્નિચર

કારણ કે, મનપાના પટાંગણમાં આઇસીડીએસ કચેરીના સામેના તથા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની જૂની ઓફીસ સામેના પટાંગણમાં ભંગારના ખડકલા છે. બીજી બાજુ લાલબંગલા કમ્પાઉન્ડમાં આવેલા કલેકટરના બંગલા પાછળ આવેલી નોંધણી નિરીક્ષકની કચેરી કે જે બંધ છે તેમાં ભંગાર પડેલો છે. જિલ્લા સેવા સદન-3 માં ભોયતળિયે લેન્ડ રેકર્ડ કચેરીના રેકર્ડરૂમમાં પોટલા અને ટેબલ સહિતની વસ્તુ, ઉપરના માળે ભંગાર પડયો છે. જે મચ્છરોના ઉત્પતિ કેન્દ્ર બન્યા છે. આમ છતાં તંત્ર મૂક પ્રેકક્ષ બની તમાશો નિહાળી રહ્યું છે.

જિલ્લા સેવા સદન-3 : ત્રીજા માળે ભંગાર
જિલ્લા સેવા સદન-3 : ત્રીજા માળે ભંગાર

કચેરીઓનું નિરીક્ષણ પણ જરૂરી
જામનગર મહાનગરપાલિકા દ્વારા વાહકજન્ય રોગચાળાથી બચવા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પાણીના પાત્રમાં મચ્છરોના પોરા ન થાય તે માટે સૂચનાની સાથે પોરાનો નિકાલ પણ કરવામાં આવે છે. પરંતુ ખરેખર મહાનગરપાલિકાની ટીમે ડોર-ટુ-ડોર સર્વેની સાથે સરકારી કચેરીઓમાં નિરીક્ષણ કરી બિનજરૂરી ભંગાર તેમજ પટાંગણમાં પાણી ન ભરાય તે માટે કાર્યવાહી કરવી જરૂરી છે.

મહાપાલિકા : જૂની શિક્ષણ સમિતિ પાસે ભંગાર
મહાપાલિકા : જૂની શિક્ષણ સમિતિ પાસે ભંગાર
અન્ય સમાચારો પણ છે...