મોકડ્રિલ:જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં આગજનીના બનાવ અંગેની મોકડ્રિલ યોજાઈ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગી હોવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડ્યું, દર્દીઓને રેસ્ક્યુ કરાયા
  • માત્ર 10 મિનિટમાં જ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવી

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં આગજનીના બનાવ અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.

આજે ગુરૂવારે સવારે 11 વાગ્યે કોવિડ બિલ્ડીંગના પ્રથમ માળે આગ લાગી છે અને દર્દીઓ આગમાં ફસાયા છે તેવી માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટુકડીના જવાનો ફાયર ફાયટર સાથે વરસાદી માહોલમાં પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સમયે જી.જી. હોસ્પિટલના સિક્યુરિટી વિભાગની ટૂકડી પણ હાજર રહી હતી. તેમજ માત્ર 10 મિનિટમાં જ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવી હતી અને મોકડ્રિલને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

સરકારી જી.જી. હોસ્પિટલના સિક્યુરિટી વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટુકડી ઉપરાંત સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફ, હોસ્પિટલના તબીબો તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ વગેરેની સતર્કતા ચકાસવાના ભાગ રૂપે દર મહિનાની 6 તારીખે આ કવાયત યોજવામાં આવે છે.

જેના અનુસંધાને આજે પણ મોકડ્રિલ યોજાઈ હતી અને સમયસર પૂર્ણ કરી લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...