શહેરના ઉઘોગનગરમાં આવેલી બ્રાસની પેઢીમાંથી છેલ્લા ત્રણેક માસ દરમિયાન રૂ.સાત લાખની કિંમતના માલસામનની ચોરી થયાનુ બહાર આવ્યુ છે જેમાં પોલીસે પેઢીના કારીગર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એકતા બિલ્ડીંગમાં રહેતા અને ઉઘોગનગરમાં નીયો ઇન કોર્પોરેશન નામે પેઢી ધરાવતા જયમીનભાઇ દિલીપભાઇ શાહ નામના વેપારી યુવાને તેના પેઢીમાંથી છેલ્લા ત્રણેક માસ દરમિયાન રૂ.સાત લાખની કિંમતના 460 નંગ મોર્ટાઇઝ હેન્ડલની ચોરી કરી જવા અંગે સીટી સી પોલીસ મથકમાં કમલેશ કિશોરભાઇ કમોયા સામે ફરીયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપી પેઢીમાંથી કારીગર તરીકે કામ કરતો હતો જેને માલ પેક કરવાનુ અને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ સોંપાયું હતું. દરમિયાન છેલ્લા ત્રણેક માસ દરમિયાન ઉકત ચોરીને અંજામ આપ્યો હોવાનુ પણ ફરીયાદમાં જાહેર થયુ છે.પેઢીમાંથી રવાના થયેલો માલ ઓછો નિકળતા આસામી દ્વારા સંચાલકને જાણ કરતા તેઓ દ્વારા તપાસ કરાઇ હતી જેમાં ચોરીનો ભાંડાફોડ થયાનુ જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.