યાત્રાધામ બેટ દ્વારકામા સોનાની દ્વારકા નામનાં મ્યુઝિયમનો શુભારંભ કરવામાં આવ્યો છે. બે માળના આ મ્યુઝિયમમાં ભગવાન કૃષ્ણની બાળલીલાથી લઇને અંત સુધીનાં સ્મરણોની ઝાંખી, ઉપરાંત ચાર ધામના દર્શન અને સપ્ત ઋષિઓના દર્શનના ચિત્રો અહી કંડારવામાં આવ્યા છે. પાવનધામ સોનાની દ્વારકા જોવા માટે પ્રવાસીઓ વ્યક્તિ દીઠ 40 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
ગોલ્ડ કલરથી રાજસ્થાની કલાકારોએ મ્યુઝિયમ તૈયાર કર્યુ
જેમાં દિવ્યાંગ, આર્મી અને પત્રકારો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. જ્યારે બાળકો માટે 20 રૂપિયા રાખવામાં આવ્યા છે. બેટ દ્વારકા એક ટાપુ છે અને દરિયા વચ્ચે આવેલું છે. આં યાત્રાધામમાં ભગવાન દ્વારકાઘીશ પોતાની પટરાણીઓ સાથે બિરાજે છે. અહીં ભગવાનની મૂર્તિઓ અને ગોલ્ડ કલર દ્વારા રાજસ્થાની કલાકારો દ્વારા અહીં નિર્માણ કરવામાં આવ્યું છે.
ભાજપના નેતા પબુભા માણેકના હસ્તે મ્યુઝિયમને ખુલ્લું મૂકાયું
દ્વારકા આવતા પ્રવાસીઓ અહીં દરિયા પાર દર્શન માટે અચૂક આવે છે. ત્યારે મંદિર દર્શનના સમયમાં બપોરે 1.00થી 5.00 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે આ મ્યુઝિયમ એક મહત્વનું પાસુ બની શકે છે. આજે ભાજપના નેતા પબુભા માણેકના હસ્તે આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. આ મ્યુઝિયમ દ્વારકા સ્થિત રૂક્ષ્મણી માતાજી મંદિરનાં પૂજારી દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું છે.
(સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.