તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:જામનગરના ધ્રોલ ખાતે આવેલી જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને સી.એચ.સી. ખાતેના કોવિડ સેન્ટરની રાજ્યમંત્રી ધરમેદ્રસિંહ જાડેજાએ મુલાકાત લીધી

જામનગર14 દિવસ પહેલા
 • રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કોવિડ કેર સેન્ટરો ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
 • ધ્રોલ સી.એચ.સી ખાતે બેડની સંખ્યા વધારાશે, ઉમા કોવિડ કેર સેન્ટરને ઓપીડી વધારવા સૂચન કરાયું

સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજ્યમંત્રી ધરમેદ્રસિંહ જાડેજાએ ધ્રોલ શહેર ખાતે આવેલી જી.એમ.પટેલ કન્યા છાત્રાલયમં કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટર અને ધ્રોલ સી.એચ.સી.ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી એને પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. આ સાથે જિલ્લા અને સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઓક્સિજન, દવાઓ, બેડની ક્ષમતા અને ડોક્ટરો નર્સ વગેરે સારવારલક્ષી પરિમાણો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સમીક્ષા બેઠકના અંતે મંત્રી ધરમેદ્રસિંહ જાડેજાએ જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લઈ દાખલ દર્દીઓને ખૂબ જલ્દી નીરોગી થઈ સ્વસ્થ થવા માટેની શુભેચ્છાઓ આપી હતી. મુલાકાત બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ સી.એચ. સી. ધ્રોલ ખાતે 23 બેડની ક્ષમતાનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જેમાં 18 દર્દીઓ દાખલ છે તેને 31 ઓક્સિજન સાથે સજ્જ બેડ સુધીની ક્ષમતામાં પરિવર્તિત કરી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે.

આ માટે ઓક્સિજન ફલોમીટર, ઓક્સિજનના બાટલા વગેરેની વ્યવસ્થાઓ જિલ્લા પંચાયત દ્વારા કરવા સૂચન કર્યું હતું. સાથે જ જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી વધારી વધુ દર્દીઓને સુવિધા આપવા માટે સુચના આપી હતી.

આ બેઠક અને મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, પુર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ, તાલુકા પંચાયત સદસ્ય જયંતીલાલ કગથરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો