તપાસ:‘યોગ્ય વળતર આપો નહીંતર શરીરે બાંધેલા સ્ફોટક પદાર્થથી મારી નાખીશ’

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વળતરના મુદ્દે ભોગાત ગામના દંપતિએ કર્યું ચોંકાવનારું કામ, પોલીસ તપાસ શરૂ

ખંભાળિયા નજીક આવેલા ખાનગી કંપનીના ગેઈટ પર યોગ્ય વળતર નહીં મળે તો શરીરે બાંધેલા સ્ફોટક પદાર્થ વડે પોતાને તથા અન્યને ઉડાડી દેવાની ધમકી દેનાર દંપતિને પોલીસે અટક કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા ખાતે આવેલ એક ખાનગી કંપનીના ગેટ પર કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેં રહેતા નથુ ભીખાભાઇ ભાટિયા તથા મંજુબેન ભીખાભાઇ ભાટિયાનાઓએ કિશોરકુમાર ઉમાશંકર ચૌધરીને બેફામ ગાળો આપી અને તેમને માગ્યા મુજબ વળતર નહિ મળે તો આરોપી નથુ ભાટિયાએ પોતાના શરીરે બાંધેલ જીલેટિન સ્ટીક(સ્ફોટક) વડે બ્લાસ્ટ કરી પોતાને તથા કિશોરકુમાર ચૌધરીને મારી નાખવાની ધમકી આપી હતી.

​​​​​​​તેઓએ પાસ પરમીટ વગર સ્ફોટક દ્રવ્યો પોતાના કબ્જામાં રાખી તેનો ગેરકાયદેસર ઉપયોગ સ્ફોટક અધિનિયમની શરતનો ભંગ કરતા આ સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે કિશોરકુમાર ચૌધરીની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. બનાવના કારણો અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...