જામનગર પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ સોલંકી ની પુત્રી મયુરીબેન (ઉ.વ.29) એ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. આ બનાવ અંગે મૃતકના માતા કંચનબેન ગિરીશભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. બી. ગાંભવા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવતી કે જેણે આજથી છ મહિના પહેલા રાજકોટમાં મૈત્રી કરાર કર્યા હતા અને ત્યાં રહેતી હતી. દરમિયાન બે દિવસ પહેલાં જામનગર પરત આવી હતી અને આ પગલું ભરી લીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.