ઘટપૂજા:જામનગરમાં દુર્ગાપૂજાની મૂર્તિ ન બનતા ઘટપૂજા થશે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટપૂજામાં પ્રવેશ માટે રસીના 2 ડોઝ જરૂરી

શહેરમાં બંગાળી એસોસિયેશન દ્વારા 50 વર્ષથી દુર્ગાપૂજા (મૂર્તિપૂજા)નું આયોજન કરાય છે. પરંતુ કોરોનાને કારણે બીજા વર્ષે દુર્ગાપૂજા યોજાશે નહીં. મોડી ગાઈડલાઈન જાહેર કરાતા ચાલુ વર્ષે મૂર્તિ ન બનતા ફક્ત ઘટપૂજા કરવામાં કરવામાં આવશે. આ ઘટ પૂજામાં કોરોના રસીના બંને ડોઝ લીધા હશે તે વ્યક્તિઓને જ પ્રવેશ અપાશે તેમ જામનગર બંગાળી એસો.ના ઉપપ્રમુખ સંજીવકુમાર ચેટરજીએ જણાવ્યું છે. જામનગરમાં છેલ્લા 50 વર્ષથી બંગાળી એસોસિયેશન દ્વારા દુર્ગાપૂજાનું આયોજન નવરાત્રિમાં છઠ્ઠથી દશમ સુધી કરવામાં આવતું હોય છે.

આ માટે નવરાત્રિ પૂર્વે ખાસ કોલકાતાથી કારીગરો બોલાવી ગંગા નદીની માટીમાંથી માતાજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ સાથે 4 દિવસ સુધી બંગાળીમાં અલગ-અલગ કાર્યક્રમ અને પાંચમા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને કારણે ગત વર્ષે ફકત ઘટપૂજા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે સરકાર દ્વારા નવરાત્રી માટેની ગાઈડલાઈન મોડી જાહેર કરાતા દુર્ગાપૂજાની મૂર્તિ બની ન શકતા સતત બીજા વર્ષે માત્ર ઘટપૂજાનું આયોજન બેડેશ્વર પેટ્રોલ પંપ પાછળ આવેલા દુર્ગા માતાજીના મંદિરમાં કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...