તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીને હરાવી:જી.જી. હોસ્પિટલના નર્સીંગ સ્ટાફના 88 કર્મચારીઓ કોરોનાને મ્હાત આપી પુન: દર્દીઓની સારવારમાં લાગ્યા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જી.જી.ના વોરિયર્સોએ કહ્યું જો ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોત તો મોટી રકમ ચૂકવવી પડત

દર્દીઓની સારવાર કરતાં ડોકટરોની સાથો સાથ કામ કરતી નર્સિંગ સ્ટાફ પણ મહત્વની કામગીરી કરતા હોય છે. માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર કરતા નર્સો પૈકી ૮૮ નર્સિંગ સ્ટાફ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ તમામ કર્મચારીઓએ કોરોનાને હરાવી ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવારમાં લાગી ગયા છે.

88 નર્સીસ સ્ટાફ પૈકી ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં 23 નર્સિંગ સ્ટાફે સારવાર લઇને કોરોના મુકત બન્યા હતા. જે પૈકી બે નર્સનું અવસાન થયું હતું. જે પૈકીના એક દર્દી કોરોનાગ્રસ્ત -પોઝીટીવ હતા અને અન્ય બીજા એક સસ્પેકટેડ (નેગેટિવ રિપોર્ટ)-કોરોનાના લક્ષણો ધરાવતા હતા. તેમ ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલના આસીસ્ટંટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડ ભાનુબેન રાઠોડે જણાવ્યું હતું. કોરોનાની ઝપટમાં આવેલા ભાનુબહેને જણાવ્યું હતું કે, નર્સની ફરજના ભાગરૂપે અમે કોરોનાના દર્દીઓની સાથે જ સારવાર માટે રહેતા હોઇએ છીએ. જેમાં મને પણ કોરોના લક્ષણો દેખાતા હું પણ કોરન્ટાઇન થઇ ઉત્તમ સરકારી સારવાર મેળવીને ફરી ફરજ ઉપર લાગી ગઇ છું.

અન્ય એક કોરોના વોરિયર કપિલ વજાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દી નારાયણોની સેવા કરતા કરતાં ગયા સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બની ગયો હતો અને જી.જી. હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ ફરી ફરજ બજાવી રહયો છું. હોસ્પિટલમાં શ્રેષ્ઠ ડોકટરોની 24 કલાક સારવાર- નિરિક્ષણના કારણે હું ઝડપથી સાજો થઇ શકયો છું. સરકારી હોસ્પિટલમાં જે ઉત્તમકક્ષાની સારવાર-દવાઓ-ખોરાક-ઇન્જેકશન મને વિનામૂલ્યે મળ્યા હતા તે સારવાર માટે મારે ખાનગી હોસ્પટલમાં મોટી રકમ ચૂકવવી પડી હોત. ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલના નર્સિગ સ્ટાફ એવા રેણુકા પરમાર તથા ભાવના રાવલ, સુમિત્રા રાઠોડ પણ કોરોનાને મ્હાત આપી કોરોના વોરિયર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો