તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જી.જી. કોવિડ હોસ્પિટલના સ્ટાફ વિરુદ્ધ અખિલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતિએ આવેદનપત્ર આપ્યું

જામનગર3 મહિનો પહેલા
  • રજૂઆતનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર પગલા લેવામાં આવશે
  • સ્ટાફની બેદરકારીની ફરિયાદોની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી

જામનગરમાં જી.જી.કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓના સગા સંબંધીઓ તરફથી વારંવાર હોસ્પિટલના સ્ટાફની બેદરકારીની ફરિયાદો મળતી રહે છે. જેથી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે અખિલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતિ દ્વારા આજરોજ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિન નંદની દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

ઘરેથી મોકલેલ જમવાના ટીફિનો 4 થી 5 કલાક સુધી પહોંચતા નથી

અખિલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતિને જણાવ્યું છે કે દર્દીઓને ઘરેથી મોકલેલ જમવાના ટીફિનો 4 થી 5 કલાક સુધી પહોંચતા નથી. દર્દીઓ દ્વારા સ્ટાફ અટેન્ડેટને વારંવાર બોલવા છતાં જવાબ આપતા નથી. સમયસર દર્દીઓના કપડાં અને ડાઇપર બદલી આપવામાં આવતા નથી. હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર ખાસ કરીને રાત્રી દરમિયાન બંધ આવે છે. રાત્રી દરમિયાન કોવિડ વોર્ડના કોન્ટેક નંબર સતત બંધ આવે છે. તેવી આવેદનપત્ર આપી અખિલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતિ જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ સુજાનસિંહ જાડેજા, શહેર પ્રમુખ સંદિપભાઈ પાણી તેમજ મહામંત્રી તેજસભાઈ ધામેચા સહિતના આગેવાનોએ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ નંદની દેસાઈ વિવાદ બાદ આવેદનપત્ર લેવા આવ્યા

ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ફરિયાદનો નિકાલ કરવામાં આવતો નથી. અને જો હવે રજૂઆત કર્યા બાદ કોઇ ફરિયાદનો નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર પગલાં લેવામાં આવશે. તેવું માનવ અધિકારી નિગરાની સમિતિના જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજાએ જણાવ્યું હતું. જ્યારે અખિલ ભારતીય માનવ અધિકાર સમિતિ દ્વારા મેડિકલ કોલેજના ડિનને આવેદનપત્ર સ્વિકારવાની ના પાડતા જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજાએ સહિતની ટીમે ઓફિસ સામે ધરણા પર બેસી ગયા હતા.

અને જ્યાં સુધી આવેદન નહીં સ્વીકારે ત્યાં સુધી ત્યાંથી ઊભા નહીં થઈએ તેવું માનવ અધિકારની જ્ઞાની સમિતિના પ્રમુખ નયનાબા જાડેજાએ જણાવ્યું હતું. આખરે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ નંદની દેસાઈ વિવાદ બાદ આવેદનપત્ર લેવા આવ્યા હતા. અને મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...