તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી રાહત:જામનગરની જી.જી. હોસ્પિટલમાં બે વિદેશી નાગરિકને રજા અપાયા પછી કોવિડ હોસ્પિટલને તાળા !

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જી.જી. હોસ્પિટલના કોરોના વોર્ડમાં રહેલા છેલ્લા 2 વિદેશી દર્દીને રજા અપાયા પછી તાળા મારી દેવાયા છે. - Divya Bhaskar
જી.જી. હોસ્પિટલના કોરોના વોર્ડમાં રહેલા છેલ્લા 2 વિદેશી દર્દીને રજા અપાયા પછી તાળા મારી દેવાયા છે.
  • જોકે, કોવિડ ઓ.પી.ડી. હજુપણ ચાલુ : જિલ્લો કોરોના મુક્ત બન્યો
  • જી.જી. હોસ્પિટલમાં કોરોનાનો એકેય દર્દી નહિં

જામનગરની જી.જી. હોસ્પિટલમાં અંદાજિત એક વર્ષ બાદ કોરોનાના એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ ન હોય, કોરોનાના વોર્ડને તાળા લાગી ગયા છે. હાલ માત્ર 3 દર્દીઓ જેઓ અમદાવાદથી રીફર કરવામાં આવ્યા છે. તેઓ ઈએનટી વિભાગમાં સારવાર હેઠળ છે.

જામનગર શહેર જિલ્લા તેમજ આસપાસના જિલ્લાના બે હજારથી પણ વધુ દર્દીઓ જી.જી.હોસ્પિટલમાં એકી સાથે કોરોના ની બીમારીની સારવાર મેળવી રહ્યા હતા. અને 720 બેડ સાથેની કોવિડ એ બિલ્ડીંગ ઉપરાંત જી.જી. હોસ્પિટલના અન્ય અલગ-અલગ વિભાગમાં કોરોના ના દર્દીઓ માટે તૈયાર કરાયેલા વોર્ડ વગેરેમાં આજની તારીખે કોરોના નો એક પણ દર્દી દાખલ નથી, અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ કોરોના ના દર્દીઓ થી મુક્ત થઈ છે.

મોટાભાગના કોવિડ વોર્ડ ને તાળા મારી દેવાયા છે. માત્ર કોવિડ ઓ.પી.ડી. ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત હાલમાં કોવિડ બિલ્ડિંગમાં જી.જી. હોસ્પિટલના મેડીસીન વિભાગના જુદાજુદા 9 વોર્ડ ને શિફ્ટ કરી દેવાયા છે.

કોવિડ વિભાગમાં બે વિદેશી નાગરિકો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા, જેમની પણ તબિયતમાં સુધારો થતાં રજા આપી દેવાઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેથી જામનગર જિલ્લો આખરે કોરોના મુક્ત બન્યા છે. અને કોરોના ની બીજી લહેર સંપૂર્ણપણે સમાપ્તિ થઈ ગઈ છે.

જામનગરના મ્યુકોર્માઇકોસિસ ના વોર્ડને તાળા મારી દેવાયા પછી એક માત્ર દર્દી ને ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર માટે ખસેડાયો હતો અને તેની માત્ર ઇન્જેક્શનો મારફતે સારવાર ચાલી રહી છે. જેમાં વધુ બે દર્દીઓનો ઉમેરો થયો છે. અમદાવાદથી સારવાર મેળવવા માટે જામનગરના બે દર્દીઓ દાખલ થયા છે અને ત્રણેયની માત્ર ઇન્જેક્શનો મારફતે સારવાર ચાલી રહી છે. આમ જામનગર શહેર અને જિલ્લો હવે કોરોના મુક્ત બનતા તંત્રએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...