તપાસ:જામનગરની જી.જી. હોસ્પિટલ ગાયનેક વિભાગમાં ઇન્સ્પેક્શન

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેબરરૂમ-ઓપરેશન થિયેટરમાં સુવિધા અંગે ચકાસણી કરાઈ

જામનગરની જી.જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સરકારના પ્રોજેટ લક્ષ્યના સર્ટીફીકેશન માટે દિલ્હીથી મંગળવારે ખાસ ઇન્સ્પેક્શન આવ્યું છે. જેમાં ટીમ દ્વારા લેબરરૂમ અને ઓપરેશન થિયેટરમાં સુવિધાઓ અંગે ચકાસણી કરવામાં આવી હતી. તેમ ગાયનેક વિભાગના વડા જણાવ્યું હતું

શહેરની જી.જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સરકારના પ્રોજેક્ટ લક્ષ્યના સર્ટીફીકેશન માટે દિલ્હીથી ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. આ ઇન્સ્પેક્શન મંગળ અને બુધ તેમ બે દિવસ ચાલશે. જેમાં મંગળવારે સરકારના લક્ષ્યના ટીમમાંથી આવેલા અધિકારી ગરિમા બેન અને લિંકિંગ પ્રિયદર્શન ભાઈએ લેબરરૂમ અને ઓપરેશન થિયેટર ની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત ગાયનેક વિભાગ દ્વારા સગર્ભા બહેનો કેવા પ્રકારની અને કેટલી સુવિધા આપવામાં આવે છે તે અંગે ની ચકાસણી કરી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના ગાયનેક વિભાગને 2019માં લક્ષ્યનું સર્ટીફીકેટ મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...