રોષ:જામનગરની જી.જી. હોસ્પિટલના શૌચાલયોમાં સીલ લગાવાયા !

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ અને તેના પરિજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા, આક્રોશ

જામનગરની જી.જી.હોસ્પિટલ અવનવા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. હવે, જી.જી.હોસ્પિટલના સતાધીશોને શું ચાનક ચડી કે નવી બિલ્ડીંગમાં આવેલા સાતમા માળના તમામ શૌચાલયો, જાજરૂને સીલ કરી તાળા મારી દીધા છે. જેના કારણે દર્દીઓ અને તેના પરિજનોની હાલત કફોડી બની છે. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ અને તેના સગા આવે છે. અહીંની નવી બિલ્ડીંગમાં બનેલી હોસ્પિટલમાં શૌચાલયો અને જાજરૂની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ જી.જી.હોસ્પિટલના સતાધીશોને વિકૃત આનંદ આવ્યો હોય તેમ હોસ્પિટલના સાતમા માળે આવેલા તમામ શૌચાલયો અને જાજરૂને પ્લાસ્ટીકના રેપરથી સીલ લગાડી તાળાં મારી દીધા છે. જેના કારણે ત્યાં હાજર દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓની હાલત કફોડી બની ગઇ છે. આ અંગે જી.જી.ના સુપ્રિટેન્ડન્ટ ડો.દિપક તિવારીના જણાવ્યાનુસાર શૌચાલયોનું રીપેરીંગ કામ હોવાથી બંધ આવ્યા હતાં. પરંતુ આવી રીતે જડબેસલાક સીલ મારીને બંધ કરવાનું કારણ જણાવી શકયા ન હતાં.

અન્ય સમાચારો પણ છે...