સેવાકાર્ય:જામનગરની જી.જી. હોસ્પીટલ પાસે છાશનું નિ:શુલ્ક વિતરણ : રોજ 1500 લોકો સેવાનો લાભ લઇ રહ્યા છે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને લૂમાં ઠંડક મળે તે માટે છાશ કેન્દ્ર સવારે 11.30 થી 1.30 સુધી શરૂ કરાયું

જામનગર શહેરમાં પ.પૂ.પંન્યાસ પ્રવર વ્રજસેન વિજયજી મ.સા. ની દિવ્યકૃપા સાથે પ.પૂ. આચાર્યદેવ હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. ની તા. 6ના પીઠીકાનાં પ્રથમ દિવસથી આશરે 2 માસ માટે જી.જી. હોસ્પીટલની બાજુમાં આવેલ ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટનાં ખુણા ઉપર ગુરૂદેવનાં આદેશ સહ કાળઝાળ ગરમીમાં બળબળતા બપોરની લૂમાં લોકોને ઠંડક રહે, સાતા રહે તે માટે ભાવના સિધ્ધ કરવા છાશ કેન્દ્ર નિ:શુલ્ક સવારે 11.30 થી 1.30 સુધી ચાલુ કર્યુ છે.

આ કાર્યમાં ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટનો સાથ મળ્યો છે. આ વિતરણ કેન્દ્ર જી.જી. હોસ્પીટલની બાજુમાં હોવાથી આર્થિક તકલીફ ધરાવતા મહત્તમ લોકો આવતા હોય તેમજ રોડ પર અનેક નાના-મોટા મજુરો, રીક્ષાચાલકો તેમજ ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં ભોજન લેવા આવતા જરૂરિયાતમંદ લોકો સહિત દરરોજ 1500 જેટલા લોકો આ નિ:શુલ્ક છાસ વિતરણનો લાભ લઇ રહયા છે. આ કાર્યમાં ગુરૂદેવનાં ભકત અનિલભાઇ મહેતા, વ્રજ હેમ અનુકંપા કણા જીવદયા પરિવાર તેમજ લોક કલ્યાણ કેન્દ્રનાં કાર્યકરો અવિરત સેવા આપે છે.

અન્ય સમાચારો પણ છે...