તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધામાં વધારો:જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા મળશે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્પાઇન, પીડિયાટ્રીક, કાર્ડિયોલોજિસ્ટ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટનો સમાવેશ

જામનગરમાં સી.એમ. સેતુ યોજના અંતર્ગત દર્દીઓ તથા લોકોને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની સેવાઓનો લાભ સુગમતાથી મળી રહે તે હેતુથી સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની સેવાઓનું જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે તારીખ પ્રમાણે આયોજન કરાયું છે. જેમાં ડો.વિરલ વ્યાસ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ દર સોમવાર, બુધવાર તથા ગુરૂવારના રોજ બપોરે 4 થી 6, ઓ.પી.ડી. નં.19 ખાતે, ડો. રોમીન સંઘવી - સ્પાઇન સર્જન, મંગળવાર તથા શુક્રવારે સવારે 9 થી 11 ઓપીડી નં.10 માં, ડો.નિશાંત ધરસંડીયા - પીડિયાટ્રિક હિમેટો ઓન્કોલોજીસ્ટ, દર મહિનાના પ્રથમ શુક્રવારે સવારે 9 થી 12 પીડિયાટ્રિક ઓપીડીમાં, ડો.અમિત સીતાપરા-પીડિયાટ્રિક સર્જન, દર મહિનાના પ્રથમ શુક્રવારે, સવારે 10 થી 1 દરમિયાન પીડિયાટ્રિક ઓપીડીમાં સેવા આપશે.

તદઉપરાંત ડો.રૂચિર મહેતા-વિટ્રીઓ રેટાઇના સ્પેશિયાલિસ્ટ, દર મંગળવારે 4 થી 6, ગુરૂવારે અને શુક્રવારે 9 થી 11 ઓપીડી 27 માં, ડો.પાર્શ્વ વોરા ડી.એમ. કાર્ડિયોલોજિસ્ટ દર મહિનાના પહેલા તથા ત્રીજા શુક્રવારે સવારે 10 થી 1 ઓપીડી નં.23 માં, ડો.હર્ષ શાહ ડી.એન.બી. ન્યુરો સર્જરી દર ગુરૂવારે સવારે 10 થી 1 ઓપીડી નં.૮ ખાતે, ડો.ઝલક ઉપાધ્યાય-પીડિયાટ્રિક એન્ડો ક્રાઈનોલોજીસ્ટ દર મહિનાના પહેલા શુક્રવારે સવારે 10 થી 1 દરમિયાન પીડિયાટ્રિક ઓ.પી.ડી. ખાતે, તેમજ ડો.ધીરેન બુચ-યુરોલોજીસ્ટ, દર શુક્રવારે સવારે 10 થી 1 દરમિયાન ઓપીડી નં. 24 ખાતે પોતાની સેવાઓ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો