નારી વંદન ઉત્સવ:જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે “બેટી બચાઓ બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો, નવજાત બાળકીઓને વધામણા કીટ અર્પણ કરાઈ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓને દીકરીની યોગ્ય કાળજી અને સંભાળ લેવા સમજાવાયા, વ્હાલી દીકરી યોજનાના હુકમો પણ એનાયત કરાયા

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.1-8-22 થી તા.7-8-22 દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા દરરોજ અલગ-અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પરમારના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો બેટી પઢાઓ’દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અલગ-અલગ થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યાં
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતુત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવી થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પરમારના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

સમાજમાં જાગૃતી લાવવા પ્રયાસો કરવામાં આવ્યાં
જી.જી. હોસ્પિટલ ખાતે જન્મેલા નવજાત બાળકીઓને દિકરી વધામણા કીટ આપીને આવકારવામાં આવી હતી. તેમજ તેમનાં વાલીઓને દીકરીની યોગ્ય કાળજી અને સંભાળ લેવા સમજાવવામાં આવેલ તથા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી આગળ વધારવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. સાથે સાથે તમામ દીકરીઓને સરકારની વ્હાલી દીકરી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. “વ્હાલી દીકરી યોજના” મંજુર થયેલા લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યાં હતા. તેમજ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાત ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિનની ઉજવણી અંતર્ગત કિશોરીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ના સુત્રોચાર સાથે સમાજમાં જાગૃતી લાવવા પ્રયાસો કરવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમમાં જી.જી.હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડૉ. નલિની આનંદ, ડૉ. મોના ગાંધી, અને નિતા રાડા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભી, પ્રોગ્રામ ઓફીસર બિનલ સુથાર, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા સોનલ વર્ણાગર, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, આઇ.સી.ડી.એસ. કચેરી, જિલ્લા પંચાયતના તથા હોસ્પીટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...