તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાપરવાહી:જી.જી. હોસ્પિટલમાં વણવપરાયેલા દર્દીઓ માટેના મહત્ત્વના સાધનો ભંગાર બની ગયા !

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની પાછળ ખડકલો કરી દીધો : ભંગારનાે વાડો બન્યો

જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાન દેવા માટે અનેક લોકો આગળ આવે છે અને દર્દીઓની જરૂરિયાત મુજબ સ્ટ્રેચર, વ્હીલ ચેર જેવી અનેક વસ્તુઓ ઉદાર હાથે દાન કરે છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ વસ્તુઓ વપરાશ વગર વપરાશની લાયક રહેતી નથી જે વસ્તુઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની પાછળ ખડકલો કરી દેવામાં આવ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્ટ્રેચર તેમજ વ્હીલ ચેર જેવી અનેક વસ્તુઓ અને પલંગની અમૂક સમયે ભારે અછત રહે છે તેમાં પણ સ્ટ્રેચર માટે તો રીતસર કરગરવુ પડે છે. આ બધા વચ્ચે સારા અને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્ટ્રેચરો, વ્હીલ ચેર, પલંગો સહિતની વસ્તુઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની પાછળ ભંગારમાં ફેંકી દેવાય છે. જો ખરેખર આને રીપેર કરે તો ઉપયોગમાં લઈ શકે અને દર્દીઓને કામ આવી શકે, પરંતુ આવી માથાકૂટમાં પડે કોણ !

શક્ય હોય તે સાધનો રીપેર કરાય છે: સુપ્રિન્ટેન્ડન્ટ
વ્હીલ ચેર, પલંગ, સ્ટ્રેચર વગેરે વસ્તુઓ રીપેર માટે ઓફિસની પાછળ રાખવામાં આવી છે જે શક્ય છે તે બધી વસ્તુઓને રીપેર કરીને ફરી ઉપયોગમાં લેવામાં આવે છે. આઈસીયુમાં આગ લાગી હતી તે વસ્તુઓ પણ ઉપયોગમાં લેવામાં આવી છે.> ડો. દીપક તિવારી, સુપ્રિન્ટેન્ડન્ટ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...