તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર જાતીય સતામણીનો મામલો:જીજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના HR મેનેજર અને એટેન્ડન્ટ સુપરવાઈઝરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

જામનગર3 મહિનો પહેલા
  • રિમાન્ડ દરમિયાન સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટસની જાતિય સતામણી મામલે ફરિયાદ નોંધાયા બાદ ઝડપાયેલા બંને આરોપીઓેને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામા આવતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.પોલીસ તરફથી 8 દિવસના રિમાન્ડ માગવામા આવ્યા હતા. બંને પક્ષની દલીલોના અંતે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

HR મેનેજર અને એટેન્ડન્ટ સુપરવાઈઝરની ધરપકડ કરાઈ હતી
મહિલા એટેન્ડન્ટ દ્વારા જાતિય સતામણીની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા તાત્કાલીક જીજી હોસ્પિટલના કોવિડ વિભાગના એચઆર મેનેજર એલબી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણની અટકાયત કરી હતી. બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટિવ આવતા પોલીસે વિધિવત ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા હતા.

શું હતો સમગ્ર મામલો?
કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.

પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને કમિટી નિમવામા આવી હતી
સરકારી કોવિડ હોસ્પિટલમા મહિલા એટેન્ડન્ટના યૌન શોષણનો મામલો સામે આવ્યા રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાને જામનગર કલેકટર સાથે વાત કરી કડક તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટી દ્વારા મહિલા એટેન્ડન્ટના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને મોકલી આપ્યો હતો.

જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ
જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ

પુરુષ તબીબ પણ મહિલાઓના સમર્થનમાં આવ્યા હતા
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા એટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર સામે કરેલા ગંભીર આક્ષાપો બાદ એક પુરુષ તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં સામે આવ્યા હતા. પુરુષ તબીબ દ્વારા કોણ અને કેવી રીતે મહિલા એટેન્ડન્ટનું શોષણ કરતું હતું તેનો ઘટસ્ફોટ કરવામા આવ્યો હતો. તબીબે પોતાનું નામ ગુપ્ત રહે તો સરકાર દ્વારા નિમાયેલી કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવા પણ તૈયાર બતાવી હતી.

રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી રિપોર્ટ માગ્યો હતો
​​​​​​​સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટના થયેલા શારીરિક શોષણ મામલે રાજ્ય મહિલા આયોગ દ્વારા ડીજીપીને પત્ર લખી સત્વરે તપાસ કરવા સૂચના આપવામા આવી હતી. આ મામલે કુલ કેટલી મહિલાઓ ભોગ બની છે તે અંગે પણ તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપવામા આવી હતી.તો અમદાવાદની ત્રણ મહિલા સંસ્થાઓના મહિલા આગેવાનોએ પણ પીડિત મહિલા એટેન્ડન્ટની મુલાકાત લીધી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...