તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહારથી દેવા લેવા મજબૂર:જી.જી.માં 3 મહિનાથી બ્લડપ્રેસર, શરદી, ડાયાબીટીસ, ઉધરસ, દુ:ખાવાની દવા નથી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસનો આક્ષેપ, 10 દિવસમાં દવાનો જથ્થો નહીં આવે તો આંદોલનની ચિમકી
  • દર્દીઓને ધરમના ધક્કા અને ફરજીયાત બહારથી દેવા લેવા મજબૂર

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ત્રણ મહિનાથી બ્લડપ્રેસર, ડાયાબીટીસ, શરદી, ઉધરસ, દુ:ખાવા સહિતની દવા ન હોવાનો આક્ષેપ કોંગ્રેસે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં કર્યો છે. જો 10 દિવસમાં દવાનો જથ્થો નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. દવાના અભાવે દર્દીઓને ધરમના ધકકા થઇ રહ્યા છે તો ફરજીયાત બહારથી દવા લેવી પડી રહી છે.

જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા અને ઓબીસી વિભાગના કલ્પેશ હડીયલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સરકારી જી.જી હોસ્પિટલમાં છેલ્લાં 3 થી 4 મહિનાથી બ્લ્ડ પ્રેસની એમલોડીપીન, ટેલમીસાટન, લોશઝરટન, ડાયાબીટીસની ગ્લીમીપ્રાઇટ, બીટાનેમ, શરીદી-ઉધરસની એઝીથ્રોમાઇસીન, એવીલ, ડોકથીસાઇકલીન અને કફ સીરફ, ખેચ-આંચકીની કરર્બાપાઇઝન, લોરાઝાપાઇમ, કલોરાઝાપાઇમ તથા સાઇકેટીમ, રેસપેરીડોન, ઓલાનઝાપાઇન જેવી સામાન્ય દવા ખલાસ છે.

જી.જી.હોસ્પિટલમાં દરરોજ જામનગર શહેર-જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી દર્દીઓ દવા લેવા આવે છે. પરંતુ હોસ્પિટલમાં દવાના અભાવે દર્દીઓને ઘરમના ધકકા થઇ રહ્યા છે અને તેની પીડામાં વધારો થઇ રહ્યો છે. આટલું જ નહીં સમય અને નાણાંનો વ્યય થઇ રહ્યો છે.

વળી, જી.જી.હોસ્પિટલમાં દવા ન હોવાથી દર્દીઓને ફરજીયાત બહારથી દવા લેવી પડી રહી છે. આથી જો 10 દિવસમાં જી.જી.હોસ્પિટલમાં દવાનો જથ્થો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. દવાઓની અછતના કારણે ગરીબ દર્દીઓને નાછુટકે બહારથી દવા લેવાની ફરજ પડતી હોવાથી તેમને આર્થિક રીતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, કરાર આધારિત કર્મચારીઓ બિનઅનુભવી
શહેર કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલમાં સફાઇ કામદારથી માંડીને ડોકટરનો કાયમી અને પૂરતો સ્ટાફ નથી. કરાર આધારિત કર્મચારીઓ છે તે બિનઅનુભવી છે. 2000થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલમાં ફકત 3 થી 4 કાયમી ફાર્મસી છે. આથી સરકારના નિયમ મુજબ કાયમી કર્મચારીઓની ભરતી કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...