તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજ:જી.જી.માં આગ સમયે દર્દીને બચાવવાની સ્ટાફને તાલીમ, આપત્તિને પહોંચી વળવા મોકડ્રીલ કરતા સુરક્ષાકર્મીઓ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આર્મીના 48 નિવૃત સૈનિકો જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે 24 કલાક તૈનાત

ભારતીય સેના-આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ 48 નિવૃત સૈનિકો જામનગરની જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ચુસ્ત ફરજ રાઉન્ડ ધ કલોક ત્રણ સિફટમાં ફરજ બજાવી રહયા છે. કોવીડ હોસ્પિટલ કેમ્પસમાં મીની આર્મી મથક જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 275 મૃત દર્દીના પરિજનોને રૂ.35 લાખથી વધુ કિંમતનો માલસામાન સુરક્ષાકર્મીઓએ પરત કર્યો છે. શહેરની જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ કમ એકસ આર્મીમેનના જવાનોએ મૃત દર્દીઓના સગાઓને પરત કરેલા માલસામાનમાં રૂ.1.46 લાખની રોકડ , 42 સોનાની વીંટી, 65 સોનાની બુટી, 53 સોનાના દાણા, 5 સોનાના ચેન, 73 સોનાની બંગડી, 48 ચાંદીના વિવિધ દાગીના, 123 એન્ડ્રોઇડ મોબાઇલ, 155 સાદા મોબાઇલનો સમાવેશ થતો હોવાનું સિકયુરિટી ગાર્ડ નાથાભાઇ માડમે જણાવ્યું હતું.

સિકયુરીટી સુપરવાઇઝર કમ એકસ આર્મીમેન સજુભાઇ જાડેજા જણાવ્યું હતું કે અમો આર્મીમાં કામ કરીને આવ્યા છીએ. એટલે સલામતી તો અમારી પ્રાથમિકતા હોય જ. સાથો સાથ અમે આગની સભંવિત દૂર્ધટનાને પહોંચી વળવા અને દર્દીઓને કેમ બચાવવા તેની તાલીમ સ્ટાફને આપીએ છીએ. આપતિ વ્યવસ્થાપન માટે સ્ટાફને તૈયાર કરીએ છીએ. મહિનામાં બે વાર મોકડ્રીલ પણ કરીએ છીએ. સિકયુરીટી સુપરવાઇઝર કમ એકસ આર્મીમેન ખોડાભાઇ પટેલ જણાવ્યું હતું કે, દર્દીઓના ઘરેથી આવતા ટીફીનને પણ સલામત રીતે અંદર લાવવામાં આવે છે. અન્ય એક સુપરવાઇઝર અન્સારી શમસેર અલીએ કહ્યું હતું કે, કે રાષ્ટ્રપ્રેમ સાથે અમે મા ભારતીની સેવા કરી છે અને હવે અમે આ હોસ્પિટલના માનવ મંદિરમાં માનવદર્દીઓની સેવા કરી રહયાનો સંતોષ મેળવી રહયા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો