સમસ્યા:જી.જી. હોસ્પિટલની નવી ઇમારતમાં ચારેય લીફટ 2 કલાક બંધ રહેતા દર્દીઓમાં દેકારો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજકાપના કારણે સમસ્યા, દર્દીઓને વ્હીલચેર, સ્ટ્રેચરમાં રાહ જોવી પડી
  • બે કલાક બાદ વીજપુરવઠો આવતા લીફટ પુન: ચાલુ થઇ : વૈકલ્પિક વ્યવસ્થા સામે ઉઠયા સવાલ

જામનગરની જી.જી.હોસ્પિટલની નવી ઇમારતમાં ચારેય લીફટ બંધ થતાં દર્દીઓ ત્રાહિમામ પોકારી ગયા હતાં. વીજકાપના કારણે આ સમસ્યા સર્જાઇ હતી. લીફટ બંધ થતાં દર્દીઓને વ્હીલચેર અને સ્ટ્રેચરમાં રાહ જોવી પડી હતી. બે કલાક બાદ વીજપુરવઠો આવતા લીફટ પુન: ચાલુ થઇ હતી.

જામનગરમાં રવિવારે અડધાથી વધુ શહેરમાં વીજકંપની દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતા વીજ પુરવઠો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહ્યો હતો. જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતાં. વીજકાપના કારણે શહેરની જી.જી.હોસ્પિટલની નવી ઇમારત કે જે હાલ કોવિડ હોસ્પિટલ છે તેની ચારેય લીફટ બે કલાક બંધ થઇ ગઇ હતી.

જેના કારણે દર્દીઓને પગથિયા ચડવા પડતા ત્રાહિમામ પોકારી ગયા હતાં. આટલું જ નહી બે-બે કલાક સુધી લીફટ બંધ રહેતા દર્દીઓને વ્હીલચેર અને સ્ટ્રેચરમાં રાહ જોવી પડી હતી. બે કલાક બાદ વીજપુરવઠો આવતા લીફટ ચાલુ થતાં દર્દીઓએ હાશકારો અનુભવ્યો હતો.

શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કરોડોના ખર્ચે નવી ઇમારત બનાવવામાં આવી છે અને તેમાં જનરેટર સહિતની સુવિધાઓ પણ હોય તે સ્વાભાવિક છે, આમ છતાં બે કલાક લીફટ બંધ રહેતા દર્દીઓ ભારે હેરાન-પરેશાન થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...