ભાસ્કર Utility:સંતાનની રૂચિ જાણો અને શું ખરેખર તેમાં ઝળકી શકે તેમ છે તે પણ ચકાસો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો. 10 પછી ફિલ્ડ નક્કી કરતા પહેલા માતા પિતાએ આ ધ્યાનમાં રાખવું જોઈએ

વર્તમાન સમયમાં દરેક માતા-પિતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતો હોય છે.તેમાં પણ ખાસ કરી ને ધો. 10 પછી આગળ અભીયાસ માટે કઈ ફિલ્ડ પસંદ કરેલી તે અંગે ઘણી મૂંઝવણ હોય છે. આ મુજવણને દુર કરવા પહેલા તો એ વાત માત પિતાને જાણી લેવી જોઈએ કે તેના તેના સંતાનને ક્યાં વિષયમાં રુચિ છે, અને તે જે વિષય કહે છે તે ખરેખર અને ગમે છે કે નહી કારણે કે આ સમયમાં બાળકો પોતાના મિત્ર જોય ને પણ ઘણી વાર ફિલ્ડ પસંદ કરતા હોય છે અને પછી નાસીપાસ થતા હોય છે.

આ ઉપરાંત માતા-પિતાએ તેમની બાળકની ઈચ્છા મુજબ ફિલ્ડ પસંદ કરવી જોઇએ. ધોરણ 10 પછી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સિવાય ઘણા અન્ય રસ્તાઓ પણ છે. તેમ જામનગરના શિક્ષક નિકુંજ દવે જણાવ્યું હતું.

ધોરણ 10 પાસ કર્યા પછી મુખ્ય રસ્તાઓ

  • ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યાસ
  • ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ
  • આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ
  • ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ
  • કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ

કયો વિકલ્પ યોગ્ય છે? તે આવી રીતે નક્કી કરો...
આર્ટસ
જે લોકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયમાં રુચિ હોય તે લોકો ધોરણ 10 પછી આર્ટસ લઇ શકે છે અથવા તો જે લોકો ભવિષ્યમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયમાં શિક્ષક બનાવ માંગે છે અથવા તો ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે.

કોમર્સ
હવે જે લોકો ને બેંક અથવા તો હિસાબ કિતાબ( એકાઉન્ટ ), મેનેજમેન્ટ, અથવા તો કોઈ પ્રકાર વ્યવસાય કરવાનો વિચાર કરે છે તો લોકો માટે કોમર્સની લાઈન સારી રહી શકે છે.

સાયન્સ
સાયન્સ એ લોકો માટે કામની લાઈન છે જે લોકો ગણિત, વિજ્ઞાન અથવા તો એન્જિનિયરિંગ કરવા માંગે છે. જેમ કે અમુક લોકોને અવકાશ વિજ્ઞાનમાં રુચિ હોય છે તો એ લોકોએ સાયન્સ લેવું જોઈએ. જે લોકો ડોક્ટર બનવા માંગે છે તે લોકોએ સાયન્સ રાખવુ જોઈએ અને તમે ઉચ્ચ શિક્ષણ મેળવી ને એમ બીબીએસ, બી ફાર્મ, વગેરે કોર્સ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...